મોરબીના ફડસર ગામે બાવળના કાંટામાં છુપાવેલો 130 બોટલ ઈંગ્લીશ દારૂ ઝડપાયો

- text


મોરબી : મોરબી તાલુકા પોલીસે બાતમીના આધારે ફડસર ગામથી ઝીંઝુડા ગામ તરફ જતા રસ્તે તળાવ નજીક બાવળના કંટામાં છુપાવેલો રૂ.42,540ની કિંમતનો 130 બોટલ ઈંગ્લીશ દારૂ ઝડપીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text

આ ઈંગ્લીશ દારૂની રેડની મોરબી તાલુકા પોલીસ મથકેથી મળતી વિગતો અનુસાર મોરબી તાલુકા પોલીસ સ્ટાફ નગીનદાસ નિમાવત , દિનેશભાઇ બાવવીયા , જુવાનસિંહ ઝાલા , દિવ્યરાજસિંહ જાડેજા, જયદીપભાઈ પટેલ ,કીર્તિસિંહ જાડેજા ,હિતેશભાઈ ચાવડા ,અમિતભાઇ વાસદડીયા , યોગીરાજસિંહ જાડેજા , અમિતભાઇ બાબરીયા ,શક્તિસિંહ જાડેજા, ભાવેશભાઈ કાંટા , ભરતદાન દેથા , ચંદ્રસિંહ પઢીયાર અને જયપાલસિંહ ઝાલા સાહિતનાએ મોરબીના ફડસર ગામની સીમમાં ઝીંઝુડા જતા રસ્તે તળાવની પાળ નજીક બાવળના કાંટામાં ઘાસ નીચે નંગાભાઈ રામભાઈ ગોગરાની વાડી પાસે ફડસર ગામના કાનાભાઈ શામળાભાઈ સોઢિયાએ છુપાવેલો રૂ.42540 ની કિંમતનો 130 બોટલ ઈંગ્લીશ દારૂને કબ્જે કર્યો હતો.તેમજ આરોપી હાજર નહિ મળી આવતા તેની સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

- text