રોટરી ક્લબ ઓફ મોરબી દ્વારા અંધજનોના લાભાર્થે અડદિયાનું રાહત દરે વેચાણ કરાશે

- text


મોરબી : રોટરી ક્લબ ઓફ મોરબી દ્વારા અડદિયાનું વેચાણ વ્યાજબી ભાવે કરવામાં આવશે. જેનો ભાવ 1 કિલોના 300 રૂ. રહેશે. તેમજ બહારગામ મંગાવવા માટે ટ્રાન્સપોર્ટનો ચાર્જ અલગથી ચૂકવવામાં આવશે. 20 કિલોના ઓર્ડર પર હોમ ડિલિવરી ફ્રી કરી આપવામાં આવશે. જે માટેનું બુકીંગ આજે તા. 1 થી 5 જાન્યુઆરી સુધી કરવામાં આવશે. અડદિયાનું વિતરણ આગામી તા. 6 થી 9 જાન્યુઆરી સુધી કરવામાં આવશે. બુકીંગ પરા બજાર ખાતે આવેલ રાજ પ્લાસ્ટિક મો.નં. 94080 05252 તથા શનાળા રોડ પર આવેલ ઉમિયા હોલ સહિતના સ્થળો પર કરાવી શકાશે. ઉલ્લેખનીય છે કે અડદિયા વીતરણથી થયેલ નફો અંધજનોને આપવામાં આવશે. તેમજ રોટરી ક્લબએ અગાઉ યોજેલા અડદિયા વિતરણ કાર્યક્રમના પ્રથમ રાઉન્ડની ભવ્ય સફળતા બાદ બીજા રાઉન્ડનું આયોજન કરવામાં આવેલ છે.

- text