માળીયા હાઇવે રોડ પર ટ્રાન્સપોર્ટ ઓફિસમાંથી વિદેશી દારૂની બોટલો સાથે એકની અટકાયત

- text


મોરબી : માળીયા તાલુકા પોલીસ દ્વારા 31 ડિસેમ્બરની ઉજવણી પહેલા ચોક્કસ હકીકત આધારે મોરબી તાલુકાના માળીયા હાઇવે રોડ પર આવેલ ટ્રાન્સપોર્ટ ઓફિસમાં છુપાવી રાખેલ વિદેશી દારૂની નાની-મોટી બોટલ નંગ 30 કી.રૂ. 7010 સાથે એક શખ્સને પકડી પાડવામાં આવ્યો હતો.

- text

ગઈકાલે તા. 30 ડિસેમ્બરના રોજ મોરબી તાલુકા પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતા, તે દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ સંજયભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ યોગીરાજસિંહ જાડેજાને મળેલ બાતમીના આધારે મોરબી-માળીયા હાઇવે રોડ પર આવેલ હિન્દુસ્તાન રોડવેઝની ટ્રાન્સપોર્ટની ઓફિસમાં રેડ પાડવામાં આવી હતી. જે દરમિયાન ઓફિસના બાથરૂમમાં છુપાવી રાખેલ ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની બોટલો નંગ-30, કી.રૂ. 7010 સાથે મોરબી તાલુકા પોલીસ દ્વારા આરોપી મુકેશ રાજકુમાર ભુરીયા (ઉ.વ. 25, રહે. મોરબી-માળીયા હાઇવે રોડ, રામેશ્વર વે બ્રિજ, હિન્દુસ્તાન રોડવેઝ, મોરબી, મૂળ રહે. જૂઇ, તા. જી-ભીવાની (હરિયાણા)ને પકડી પાડી ધોરણસરની અટક કરી હતી. તેમજ આરોપી વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

- text