હળવદ : પ્રેમસબંધ મામલે યુવાન પર યુવતીના પરિવારજનોએ કર્યો હુમલો

- text


યુવાન સાથે પોતાની દીકરીના લગ્ન કરાવવા રાજી ન હોય તેણીના પરિવારજનોએ હુમલો કર્યાની ફરિયાદ નોંધાઇ

હળવદ : હળવદના ચુપણી ગામે યુવાનને એક યુવતી સાથે પ્રેમસંબંધ હોય પણ યુવતીના પરિવારજનો પોતાની દીકરીને તેની સાથે લગ્ન કરવા રાજી ન હોવાથી આ બાબતનું મનદુઃખ રાખીને યુવતીના પરિવારજનોએ યુવાન પર હુમલો કર્યો હતો. આ બનાવની યુવાને ફરિયાદ નોંધાવતા હળવદ પોલીસે ચાર શખ્સો સામે ગુનો નોંધી તેમને ઝડપી લેવા વધુ તપાસ હાથ ધરી છે.

- text

આ બનાવની હળવદ પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો મુજબ કાનાભાઇ કરશભાઇ સારદિયા ઉ.વ ૨૪ ધંધો ખેત મજુરી રહે મૂળ ગામ નવા ઢુવા તા.વાંકાનેર હાલ રહે ચુપણી ગામની સીમ કેશાભાઇ અમરશીભાઇ કોળીની વાડીએ વાળાએ કુકાભાઇ ઉર્ફે બાદશાહ ખોડાભાઇ કોળી રહે હાલ ખેતરડી સીમ તા.હળવદ મુળ ગામ વરડુસર તા.વાંકાનેર, મોહનભાઇ વાલજીભાઇ વિંજવાડીયા રહે ગામ નવા ઢુવા તા.વાંકાનેર, શૈલેષભાઇ ઠાકોર રહે વાંકાનેર બસ સ્ટેશન પાસે તથા એક અજાણ્યો ઇસમ સામે હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૧૭ ના રોજ ચુપણી ગામની સીમ કેશાભાઇ અમરશીભાઇની વાડીએ બનેલા આ બનાવમાં આરોપી મોહનભાઇ વિંજવાડીયાની દિકરી સાથે ફરીયાદીને પ્રેમ સબંધ હોય અને યુવતીના પરીવારજનો ફરીયાદી સાથે લગ્ન કરાવવા માંગતા ન હોય જેનુ મનદુખ રાખી આરોપી મોહનભાઇ તથા બાદશાહે ફરીયાદીને ઢીકાપાટુનો મારમારી તથા શૈલેષભાઇ ઠાકોરે ફરીયાદીને લોખંડનો પાઇપનો એક ઘા જમણા પગે ઢીચણથી નીચે મારી ઇજા પહોંચાડી તથા અજાણ્યા ઇસમે ફરીયાદીને પીઠના ભાગે લાકડાના ધોકાના ઘા મારી મુંઢ ઇજા કરી તથા કુકાભાઇ ઉર્ફે બાદશાહે સાહેદ ખિમાભાઇને ડાબા હાથે કોણીના ભાગે લાકડાના ધોકાનો ઘા મારી ફેકચર ઇજા કરી તથા અજાણ્યા ઇસમે જમણા પગે ઢીચણથી નીચેના ભાગે લાકડા ધોકાનો ઘા મારી મુંઢ ઇજા કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.આ બનાવની હળવદ પોલીસે ફરિયાદ નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text