મોરબી : હોમગાર્ડ સ્થાપના દિવસ નિમિત્તે હોમગાર્ડ જવાનો દ્વારા પરેડ

- text


મોરબી : સન ૧૯૪૭માં છઠ્ઠી ડિસેમ્બરના રોજ હોમ ગાર્ડની સ્થાપના કરવામાં આવી હતી. જે નિમિત્તે દર વર્ષે છઠ્ઠી ડિસેમ્બરના હોમગાર્ડ સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવે છે. જેના અંતર્ગત મોરબી શહેર યુનિટે પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં હોમગાર્ડ ડેની પરેડ કરીને ઉજવણી કરવામાં આવી હતી. આ તકે ઓફિસર કમાન્ડિંગ વી. આર. પરમાર, ટી. એમ. દવે, બી. સી. પંડયા તથા વી. જે. સુમળ હોમગાર્ડના જવાનો હાજર રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે હોમગાર્ડની સ્થાપના થયાને ૭૨ વર્ષ પૂર્ણ થયા છે.

- text