સવા વર્ષ પહેલાં કારનોકાચ તોડી લેપટોપ ચોરનાર બે ઝડપાયા

- text


મોરબી : મોરબીમાં શનાળા રોડ પર આશરે સવા વર્ષ પહેલાં કારનો કાચ તોડી લેપટોપની ઉઠાંતરી કરનાર બે આરોપીઓ રાજકોટ ડીસીબી પોલીસના હાથે ચડી જતા બન્ને આરોપીઓને મોરબી પોલીસને સોંપ્યા છે.

- text

શનાળા રોડ પર તારીખ 8/9/2018ના રોજ શિવમ સોસાયટીમાં રહેતા જીતેન્દ્રસિંગ અવતારસિંગ ગીલ નામના સરદારજીની કારમાંથી 93 હજારની કિંમતના લેપટોપની ચોરી થઈ હતી. આ બનાવની મોરબી સીટી એ.ડીવી.માં ફરિયાદ નોંધાઈ હતી. જે બનાવમાં મોરબી પોલીસે તપાસ હાથ ધરી હતી પણ એ કેસ ઉલેલવામાં મોરબી પોલીસને કોઈ સફળતા મળી ન હતી. ત્યારે રાજકોટ ડીસીબી દ્વારા હાલમાં બે રીઢા ગુન્હેગાર હાથ લાગ્યા હતા. જેની પૂછપરછમાં ઉક્ત બનાવની કબુલાત આપતા અહેમદ ઉર્ફે લડન જમીલખાન પઠાણ અને મીનાઝ અહેમદ હુનેરકરને રાજકોટ પોલીસે બન્ને આરોપીઓને ટ્રાન્સફર વોરંટથી મોરબી સીટી એ ડીવી.પોલીસને સોંપ્યા હતા. મોરબી પોલીસે આરોપીઓનો કબજો લઈ રિમાન્ડની માંગણી સાથે કોર્ટ કાર્યવાહીની તજવીજ હાથ ધરી છે.

- text