વાંકાનેર નજીક સીરામીક કારખાનામાં કન્ટેનર નીચે આવી જતા ચાર વર્ષની બાળકીનું મોત

- text


વાંકાનેર : વાંકાનેર નજીક માટેલ- ઢુંવા રોડ ઉપર આવેલ એસન્ટ સીરામીક કારખાનાના કમ્પાઉન્ડમાં પૂજા ઉ.વ.4ને એક કન્ટેનરે હડફેટે લેતા ટાયરના જોટામાં આવી જતા તેનું મોત નીપજ્યું હતું. આ મામલે જીવરાજભાઈ ખોડાભાઈ ખીમસૂરિયાએ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે GJ 12 BV 6193 નંબરના કન્ટેનર ચાલક સામે ગુનો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text