મંગળનું પરિવર્તન થઇ રહ્યું છે મહારાશિમાં… બધી જ રાશિઓનું ચમકશે ભાગ્ય…

- text


જાણો… તમારી રાશિમાં કેવું પરિવર્તન થશે?

જ્યોતિષ શાસ્ત્રમાં મંગળ ગ્રહને પરાક્રમ અને ઉર્જાનો કારક માનવામાં આવે છે. તેથી વ્યક્તિના જીવનમાં જો મંગળનો પ્રભાવ પડે તો તે શુભ અને સફળતા અપાવનાર હોય છે. તમને જણાવી દઈએ કે મંગળ ગ્રહ પોતાનું રાશિ પરિવર્તન કરવા જઈ રહ્યો છે. જેના કારણે અમુક વિશેષ રાશિઓને લાભ થવાનો યોગ બની રહ્યા છે.

મંગળ ગ્રહ 45 દિવસ મીન રાશિમાં રહ્યા બાદ હવે પોતાની રાશિમાં 

મેષમાં પ્રવેશ કરશે જેનાથી ઘણી રાશિઓના જાતકોને તેનું શુભ ફળ પ્રાપ્ત થશે. તો ચાલો જાણીએ રાશિ અનુસાર કે કંઈ રીતે મંગળ ગ્રહની દશાનું પરિવર્તન શુભ સાબિત થશે.

મેષ

મંગળનું રાશિ પરિવર્તન શુભ રહેશે જેથી માન સમ્માનમાં વધારો થશે તેમજ અતુટ આત્મવિશ્વાસ આવશે. કાયદાકીય અને જમીનથી જોડાયેલ કાર્યોમાં સફળતા મળશે. માત્ર એક વાતનું ધ્યાન રાખવાનું છે કે આ રાશિના જાતકોએ થોડી વિનમ્રતા પૂર્વકનો વ્યવહાર કરવો પડશે નહિ તો તેમને સફળતા પ્રાપ્ત કરવામાં વિઘ્નો આવી શકે છે.

વૃષભ

આ રાશિના જાતકોને અનાવશ્યક ખર્ચાઓ થતા હતા તે ખર્ચાઓ અટકી જશે. બગડેલા કાર્યો પૂર્ણ થશે. જીવનસાથી સાથે સારો સમય પસાર થશે. આ મહિનો આ રાશિના જાતકો માટે સૌથી શુભ રહેશે તેમજ તેમના જીવનમાં આવનાર સમયમાં એવો પ્રસ્તાવ આવશે જેનો તે અસ્વીકાર નહિ કરી શકે.

મિથુન

મંગળનો શુભ પ્રભાવ થતા આવકમાં વધારો થશે. આ ઉપરાંત જીવન પણ સુખમય રહેશે. નોકરી ધંધા માટે આવનારો સમય ખુબ જ શુભ રહેશે.

કર્ક

કર્ક રાશિના જાતકો પર મંગળ ગ્રહનું રાશિ પરિવર્તન ઉતાર ચઢાવ ભર્યું રહેશે. થોડો સમય ખુબ શુભ રહેશે તો થોડો સમય મુશ્કેલીઓ સભર પણ રહેશે.

સિંહ

જાતકોને ભાગ્યનો સાથ મળશે. તેમના અટકાયેલા કાર્યો પૂર્ણ થશે. આ ઉપરાંત ફસાયેલા પૈસા પરત મળવાના યોગ બની રહ્યા છે. કરિયરની વાત કરીએ તો તેમને પોતાના કાર્યક્ષેત્રમાં પ્રગતિ મળશે. તાકાતવર લોકો સાથે સંપર્ક વધતા ઘણા કામો પુરા થશે.

કન્યા

કન્યા રાશિ પર મિશ્રિત પરિણામ જોવા મળશે. એક બાજુ મુશ્કેલીઓથી છુટકારો મળશે તો બીજી બાજુ અમુક નવી સમસ્યાઓ આવશે. પરંતુ ગભરાવાની જરૂર નથી. કારણ કે આ સમસ્યા અલ્પ સમય માટે રહેશે ત્યાર બાદ તમારા દરેક કાર્યો તમારી મરજી મુજબ થવા લાગશે એટલે કે તમે સફળ રહેશો.

તુલા

મંગળ ગ્રહનું રાશિ પરિવર્તન તુલા રાશિના જાતકો માટે ખુબ જ શુભ ફળદાયી સાબિત થશે. ધનલાભ થશે તેમજ નોકરીમાં પ્રગતિ થશે. જે લોકો પરણિત છે તેમને સંતાન અને જીવનસાથીનો ભરપુર સહયોગ પ્રાપ્ત થશે. કોઈ એવો સારો પ્રસ્તાવ મળી શકે છે જેનાથી આ રાશિના જાતકની જિંદગી બદલાઈ શકે છે.

- text

વૃશ્ચિક

રાશિના જાતકોની વાત કરીએ તો તેમના ફિઝૂલ ખર્ચાઓનો અંત આવશે અને આવકમાં વધારો થશે પરંતુ આ રાશિના જાતકોની બુદ્ધિ તેમના પર હાવી થઇ શકે છે. પરંતુ તેઓ આ મુશ્કેલીમાંથી પણ બહાર આવી જશે અને સફળતા પ્રાપ્ત કરશે.

ધન

રાશિ વાળા માટે આ પરિવર્તન કલ્યાણકારી અને શુભ ફળ દેનાર રહેશે. જેથી કાર્યોમાં સફળતા પ્રાપ્ત થશે. આ ઉપરાંત આર્થિક સ્થિતિમાં સુધાર આવશે અને જો આ રાશિના કોઈ જાતકો વેપાર કરે છે તો તેમને ખુબ નફો થશે અને જે લોકો નોકરી કરે છે તો નોકરીમાં તેમની પ્રગતિ થઇ શકે છે અને સફળતા મળી શકે છે.

મકર

રાશિ માટે આ પરિવર્તન ખાસ નહિ રહે. કાર્યક્ષેત્રમાં મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડશે. ધનહાનિની સાથે સાથે કોઈ દુર્ઘટના પણ ઘટી શકે છે માટે સાવચેત રહેવાનની જરૂર છે. જો આ રાશિના જાતકો મંગળ ગ્રહની વિશેષ આરાધના કરે તો સારું પરિણામ મળી શકે છે.

કુંભ

કુંભ રાશિના જાતકો માટે પણ આ પરિવર્તન સામાન્ય રીતે શુભ સાબિત થશે જેના કારણે નોકરીમાં પદોન્નતિ માટેની સંભાવના રહેશે અને વેપારમાં વિશેષ સફળતા મળશે. પરંતુ વૈવાહિક જીવનમાં જીવનસાથી સાથે વિવાદ થવાની સંભાવના છે. તેથી વિશેષ કરીને ક્રોધ પર નિયંત્રણ રાખવાની જરૂર છે અને વાદ વિવાદોથી દુર રહેવુ.

મીન

મીન રાશિની વાત કરીએ તો મીન રાશિમાંથી મંગળ મેષ રાશિમાં પરિવર્તન કરશે તેથી મીન રાશિ વાળા માટે આ પરિવર્તન શુભ રહેશે. વ્યવસાયમાં કોઈ આર્થિક સમસ્યાઓ છે તો તેનો અંત આવશે અને વિદેશ યાત્રા અથવા કોઈ અન્ય યાત્રાના યોગ બની રહ્યા છે. વેપાર તેમજ નોકરીમાં વિશેષ સફળતાઓ પ્રાપ્ત થશે.

પૂજ્ય આચાર્ય જીજ્ઞેશભાઇ પંડ્યા
(ગોલ્ડ મેડાલિસ્ટ કાશી વારાણસી)
જ્યોતિષાચાર્ય સાહિત્યાચાર્ય ભાગવતાચાર્ય
M.A. સંસ્કૃત
શ્રી ગણનાથ જ્યોતિષ કાર્યાલય
ક્રિષ્ના ચેમ્બર ઓ.નં. 5
વસંત પ્લોટ મેઈન રોડ ચકિયા હનુમાન ની બાજુમાં

- text