મોરબી- રાજકોટ હાઇવે ઉપર ચાલુ કાર અચાનક સળગી ઉઠી

- text


ટંકારા : મોરબી- રાજકોટ હાઇવે ઉપર ગૌરીદળ પાસે આજે સાંજના 8 વાગ્યાના અરસામાં Gj 2 BP 1133 નંબરની કાર અચાનક સળગી ઉઠી હતી. જો કે કારની અંદર બેસેલા લોકો સમયસૂચકતા વાપરીને નીચે ઉતરી ગયા હોવાથી સદનસીબે જાનહાનિ ટળી હતી. કાર સળગવા પાછળનું કારણ હજુ જાણવા મળ્યું નથી. હાલ આ અંગે ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવી હોવાના અહેવાલ મળી રહ્યા છે.

- text