વાંકાનેર : જમીન ખાલી કરી દેજે નહિતર રિવોલ્વરથી ભડાકે દઈશ તેવી વૃદ્ધને ધમકી

- text


વાંકાનેર : વાંકાનેરમાં વૃદ્ધને જમીન ખાલી કરવા મામલે બે અજાણ્યા શખ્સોએ રિવોલ્વરથી જાનથી મારી નાખવાની ધમકી અપાયાનો બનાવ સામે આવ્યો છે.વૃદ્ધે આ બનાવની ફરિયાદ નોંધાવતા વાંકાનેર પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

- text

આ બનાવની વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો મુજબ બાકીરઅલી તાહેરઅલી લાકડાવાલા ઉ.વ ૬૪ રહે વાંકાનેર સીટી સ્ટેશન રોડ મહાવિરજીનની સામેવાળાએ સફેદ કલરની ઇકો સ્પોર્ટસ કારમા આવેલ બે માણસો સામે વાંકાનેર સીટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે,તા.૨૬ના રોજ વાંકાનેરના રાણેકપર ગામના પાટીયા સામે રાણેકપર ગામની સીમમાં પોતાની ખેતીની તથા બીનખેતી જમીન સુંદરજીભાઇ રહે મુંબઇવાળાને વેચાણ કરેલ હોય આ સુંદરજીભાઇએ ફરીયાદીને જમીન વેચાણના રૂપીયા આપેલ ન હોય જે અંગે ફરિયાદીને વાંકાનેર કોર્ટમા દીવાની દાવો ચાલતો હોય આ કામના બન્ને આરોપીઓએ નંબરપ્લેટ વગરની ઇકો સ્પોર્ટસ કારમા આવી આ કામના ફરિયાદીને આ જમીન અમોએ સુંદરજીભાઇ પાસેથી વેચાણ લીધેલ છે તુ આ જમીન ખાલી કરી નાખજે સવારે મારા માણસો જે.સી.બી સાથે આવશે અને આ મકાન પાડી નાખશે અને તુ આ જમીનમા પગ મુકતો નહિ નહિતર કાલે હુ રીવોલ્વર લઇને આવીશ અને તને ભડાકે દઇશ અને આવતીકાલે તારૂ મોત નક્કી છે એમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી,વાંકાનેર પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text