હળવદ કોર્ટ ખાતે બંધારણ દિન નિમિત્તે કાનુની શિબિર યોજાઈ

- text


હળવદ : શહેરમાં આવેલ પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ અને એડી.ચીફ.જ્યુડી.મેજિસ્ટ્રેટ કોર્ટ ખાતે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ મોરબીના શ્રી એ.ડી ઓઝા સાહેબના માર્ગદર્શન હેઠળ તાલુકા કાનૂની સેવા સમિતિ હળવદ દ્વારા ચેરમેન કાનૂની સેવા સમિતિ હળવદ ના અધ્યક્ષ પી.ડી. જેઠવા સાહેબ ના અધ્યક્ષ સ્થાને કન્સ્ટીટયુશન ડે ની ઉજવણી કરવામાં આવી હતી

- text

આ કાર્યક્રમમાં હળવદ એડી સિવિલ જજ બી.એમ રાજ સાહેબ સરકારી વકીલ પી.પી માલવણિયા,કોર્ટ સ્ટાફ હળવદ બાર એસોસિએશનના સભ્યો પોલીસ સ્ટાફ હાજર રહ્યો હતો.આ શિબિરમાં ભારતીય બંધારણ અંગેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી અને ભારતીય બંધારણના આમુખનું વાંચન કરવામાં આવેલ

- text