હળવદના મુખ્ય રસ્તા પર છવાયું અંધારું:છેલ્લા ત્રણ દિવસથી સ્ટ્રીટ લાઈટો બંધ

- text


અમારો વોર્ડ કોંગ્રેસ શાસિત હોય જેથી પાલિકા તંત્ર ઓરમાયુ વર્તન કરી રહ્યું છે:વાસુદેવ ભાઈ પટેલ

હળવદ: શહેરમાં આવેલ વોર્ડ નંબર -૭ માં છેલ્લા ત્રણ દિવસથી સ્ટ્રીટ લાઈટો બંધ રહેતા મુખ્ય માર્ગો પર અંધારું છવાયેલું જોવા મળી રહ્યું છે સાથે સાથે અહીંના ધાંગધ્રા રોડ પરની તમામ લાઈટો બંધ હોવાને કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે

શહેરીજનોને સુવિધાઓ આપવામાં નિષ્ફળ નીવડેલી હળવદ પાલિકાના પાપે છેલ્લા ત્રણ દિવસથી વોર્ડ નંબ-૭ ના મુખ્ય માર્ગો પર સ્ટ્રીટ લાઈટો બંધ હોવા છતાં પણ આજ દિન સુધી ચાલુ કરવામા નથીઆવી જેને કારણે અહીંના રહીશોમાં ભારે પાલિકા પ્રત્યે રોષ પ્રવર્તી રહ્યો છે

- text

અહીં ધાંગધ્રા રોડ પર છેલ્લા ત્રણ દિવસથી સ્ટ્રીટ લાઈટો બંધ હોવાને કારણે હાલ શિયાળાની સિઝન શરૂ થઈ ગઈ છે જેથી મોડી સાંજના અને વહેલી સવારના લોકો વોકિંગ કરવા નીકળતા હોય છે પરંતુ અહીંની સ્ટ્રીટ લાઈટો બંધ રહેતા લોકોને ભારે પરેશાની ભોગવવી પડી રહી છે જેથી વહેલી તકે સ્ટ્રીટલાઇટો ચાલુ કરવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે

આ અંગે વોર્ડ નંબર -૭ ના પાલિકા સદસ્ય વાસુદેવભાઈ પટેલએ જણાવ્યું હતું કે અમારો વિસ્તાર કોંગ્રેસ શાસિત હોય જેથી પાલિકા તંત્ર જાણીજોઈને અહીં લોકોને મળતી વિવિધ સુવિધા ઓ આપવામાં નથી આવતી અહીંના અનેક વિસ્તારોમાં ભૂગર્ભ ગટર ઉભરાતી હોય રોડ-રસ્તાના પ્રશ્ન હોય સ્ટ્રીટલાઇટના પ્રશ્ન હોય જે પ્રશ્નો અમે રોજબરોજ પાલિકામાં રજૂઆત કરાતી હોય છે પરંતુ જાણીજોઈને અહીંના લોકોને પાલિકા દ્વારા સુવિધાઓ આપવામાં નથી આવતી જેથી પાલિકા તંત્ર ભેદભાવ રાખ્યા વિના અહિના વોર્ડમાં લોકોને ઘટતી સુવિધાઓ આપવામાં આવે તેવી માંગ કરી હતી

- text