વાંકાનેરના ખીજડિયા ગામના ખેતમજૂર પરિવારની દીકરી રાષ્ટ્રિયકક્ષાએ ક્રિકેટમાં ઝળકશે

- text


એસ.એમ.પી.હાઈસ્કૂલ સિંધાવદરની વિદ્યાર્થીનીની અંડર 17 ટેનિસ ક્રિકેટની નેશનલ ટીમમાં પસંદગી કરાઈ

વાંકાનેર : વાંકાનેરના ખીજડિયા ગામના ખેતમજૂરના પરિવારની દીકરી રાષ્ટ્રિકક્ષાએ ક્રિકેટમાં પોતાનું ઉત્કૃષ્ટ પર્ફોર્મન્સ દર્શાવીને પરિવારની સાથે મોરબી જિલ્લાનું નામ રોશન કરશે.જેમાં વાંકાનેરની એસ.એમ.પી.હાઈસ્કૂલ સિંધાવદરની વિદ્યાર્થીનીની અંડર 17 ટેનિસ ક્રિકેટની નેશનલ ટીમમાં પસંદગી કરવામાં આવી છે.

સપ્ટેમ્બર માસ દરમિયાન ગુજરાત યુવા અને સાંસ્કૃતિક વિભાગ ગાંધીનગર દ્વારા આયોજિત અંડર 17 રાજ્યકક્ષા ટેનિસ ક્રિકેટની પ્રતિયોગીતાનું આયોજન જામનગર મુકામે કરવામાં આવ્યું હતું.જેમાં મોરબી જિલ્લાની ટીમમાંથી વાંકાનેરના ખીજડિયા ગામના ખેતમજૂરી કરતા પરિવારની ફિકરી ઝાલા અલ્પા સુરેશભાઈએ ઉત્કૃષ્ઠ રમતનું પ્રદર્શન કરતાં તેમની પસંદગી નેશનલ કક્ષાની ટીમમાં થઈ છે. હવે તેણી પ્રિ નેશનલ કક્ષાના કેમ્પ માં જામનગર ખાતે તા. 30.11.2019 થી 14.12.2019 સુધી ભાગ લઈને આગામી 17 ડિસેમ્બર,2019 થી 21 ડિસેમ્બર 2019 દરમિયાન મધ્યપ્રદેશના મંદસોંર જિલ્લાના પીપરીયા મંડી મુકામે રાષ્ટ્રીય કક્ષાની પ્રતિયોગીતામાં ગુજરાત ટીમનું પ્રતિનિધિત્વ કરશે.

- text

ઉપરોક્ત સિદ્ધિ મેળવી શાળાની યશકલગીમાં વધારો કરવા બદલ ટ્રસ્ટના પ્રમુખશ્રી કે.એ. પીરઝાદા સાહેબ,મંડળના સભ્યો,આચાર્યશ્રી એ.એ. બાદી સાહેબ તથા શાળા પરિવારે ખેલાડી ઝાલા અલ્પાને તેમજ વ્યાયામ શિક્ષક જે.એમ.વડાવીયાને બિરદાવ્યા છે.આ તકે મોરબી રમતગમત અધિકારી પ્રવીણાબેન પાડાવદરા, જિલ્લા યુવા વિકાસ અધિકારી બી.એસ. નાકીયા,જિલ્લા વ્યાયામ શિક્ષક મંડળ ના પ્રમુખ બાબુભાઇ હૂંબલ, વાંકાનેર રમતગમત કન્વીનર અશોક પટેલ તથા જિલ્લાના રમતગમત પરિવારના તમામ સભ્યોએ શુભેચ્છા પાઠવી શુભકામના પાઠવી હતી.

- text