મોરબી : બાળ પ્રતિભા શોધ અને યુવા ઉત્સવમાં નાલંદા વિદ્યાલયની ઉત્કૃષ્ટ સિદ્ધિ

- text


મોરબી : ગુજરાત સરકાર સાંસ્કૃતિક વિભાગ આયોજીત બાળ પ્રતિભા શોધ સ્પર્ધા અને યુવા ઉત્સવ સ્પર્ધામાં નાલંદા વિદ્યાલયે ઉત્કૃષ્ટ સિદ્ધિ હાંસલ કરી છે. સરકાર દ્વારા યોજાયેલ યુવા પ્રતિભામા પ્રદેશ કક્ષાએ નવ જિલ્લાઓમાં હળવું કંઠય સંગીતમાં ઠોરિયા કૃષિતા પ્રથમ, વકતૃત્વમાં ઘોડાસરા સંતોષબેન પ્રથમ, તેમજ ભરતનાટ્યમમાં સવસાણી જાનવીએ દ્વિતીય ક્રમ મેળવી શાળા પરિવાર તથા મોરબીનું ગૌરવ વધારેલ છે. બાળ પ્રતિભા શોધમાં ભજનમાં ગામી સ્નેહ દ્વિતીય નંબર તેમજ અઘારા ભક્તિ સર્જનાત્મક કારીગરીમાં દ્વિતીય સ્થાન મેળવી મોરબીનું રાજ્ય કક્ષાએ પ્રતિનિધિત્વ કરશે.

- text