વાંકાનેર : પવનચક્કીની પાંખ લઈ જતું ટ્રેલર ફસાઈ જતા વાલાસણ-મીતાણા રોડ આખો દિવસ બંધ રહ્યો

- text


વાહનચાલકો ભૂખ્યા અને તરસ્યા કલાકો સુધી પોતાના વાહનોમાં ફસાયા : સરકારી તંત્ર ડોકાયું પણ નહીં

વાંકાનેર : વાંકાનેરની જંગલ વિસ્તારોમાં કુદરતી પવનમાંથી વીજળી ઉત્પન્ન કરવા માટે પવનચક્કીઓ નાખવાની હોળ લાગી છે. ગમે ત્યાં સારા ડુંગર વિસ્તારમાં પવનચક્કી માટે સરકાર પાસેથી લીઝ પર જમીન માંગી તેમાં પવનચક્કીઓ ઊભી થઈ રહી છે. જે પવનચક્કીઓ ઉભી કરવા માટે સરકાર દ્વારા આકરી શરતો અને નિયમો બનાવેલ છે પરંતુ પવન ચક્કીઓના કોન્ટ્રાકટરો દ્વારા આ શરતો અને નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરવામાં આવે છે તેમ છતાં સરકારી તંત્ર ક્યારેય તેના પર ધ્યાન કેન્દ્રિત કરતું નથી જેથી સામાન્ય જનતા અને અબોલ જીવોની તેનાથી હેરાનગતિ થવા પામે છે.

- text

આજે આવા જ એક બનાવમાં વાંકાનેર તાલુકાના વાલાસણ થી મીતાણા જતાં રોડ પર પવનચક્કીના પાંખણા ભરેલ હેવી ટ્રેલર રોડ પર ડ્રાઇવરની બેદરકારીથી નમી જવા પામેલ. જે અંગે કોન્ટ્રાક્ટર દ્વારા ગત રાત્રીના બે વાગ્યાનો આ બનાવ હોવા છતાં સવારે 11 વાગ્યે ક્રેન લઈ આવેલ અને રોડ પરથી પવનચક્કીની પાંખ હટાવવા માટે કામગીરી શરૂ કરી અને આ કામગીરી સાંજના પાંચ વાગ્યે પૂર્ણ કરેલ. જે દરમિયાન રોડ સંપૂર્ણપણે બંધ રાખવામાં આવેલ જેથી કરીને આ રોડ પર પસાર થતાં વાહન ચાલકોમાં કચવાટ ફેલાઇ ગયેલ અને ભૂખ્યા તરસ્યા સવારથી સાંજ સુધી રોડ પર વાહન ચાલકો ફસાઇ ગયેલ. આખો દિવસ રોડ પવન ચક્કીઓના કોન્ટ્રાક્ટરોની બેદરકારી ના લીધે બંધ હોવા છતાં અને વાહનચાલકો ભૂખ્યા-તરસ્યા તે રોડ પર ફસાયેલાં હોવા છતાં સરકારી એક પણ તંત્ર ત્યાં ડોકાયું ન હોવાથી અને કોન્ટ્રાક્ટરો પોતાની મરજી મુજબનું જાહેર રોડ પર કામગીરી કરતાં હોવાથી રોડ પર ટ્રાફિકમાં ફસાયેલાં વાહનચાલકોમાં રોષ ફાટી નીકળેલ.

- text