મોરબી : શ્રમિકના ઘેર ત્રેલડાનો જન્મ, વરદાન હોસ્પિટલમાં અધૂરા માસે સફળ પ્રસુતિ

- text


મોરબી : બગથળાના શ્રમિક પરિવારમાં પ્રસુતાની પહેલી ડિલેવરીમાં જ ત્રેલડા બાળકનો જન્મ થતા પરિવારમાં હર્ષની લાગણી છવાઈ છે. મોરબીની ખાનગી હોસ્પિટલમાં અધૂરા માસે સિઝેરીનથી આ સફળ પ્રસુતિ કરાવાઇ હતી.

- text

મોરબી જુના બસ સ્ટેશન પાસે આવેલી ડૉ. અર્જુન પટેલની વરદાન હોસ્પિટલમાં બગથળા ગામના ગૌરીબેન નિલેશભાઈ સરવૈયાને પ્રસુતિની પીડા ઉપડતા દાખલ કરાયા હતા. જ્યાં અધૂરા માસે સિઝેરિયન ઓપરેશન દ્વારા 3-3 મેલ બાળકોનો જન્મ થતા પરિવારમાં હર્ષની લાગણી છવાઈ હતી. ત્રણ બાળકો પૈકી બે બાળકોનું વજન 1.5 કિલો જ્યારે એક બાળકનું વજન માત્ર 1.4 કિલો હોવાથી તેમજ અધૂરા માસે પ્રસુતિ થવાથી ત્રણેય બાળકોને હાલ વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. વરદાન હોસ્પિટલના ડૉ. અર્જુન પટેલે મોરબી અપડેટ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હાલ માતા અને બાળકોની સ્થિતિ સારી છે. કોઈ મેજર કોમ્પ્લિકેશન થયું નથી. બાળકોના પિતા બગથળા ગામે મજૂરી કામ કરે છે. ત્યારે સરવૈયા પરિવારમાં હાલ હર્ષની લાગણી છવાઈ છે. હોસ્પિટલની ત્વરિત અને પ્રસંશનીય કામગીરીથી પરિવારે સંતોષ વ્યક્ત કર્યો છે.

- text