મોરબી ચેમ્બર ઓફ કોમર્સના બે દાયકા બાદ હોદેદારો બદલાયા : પ્રમુખ તરીકે જ્યંતી જેરાજ

- text


1993 પછી એટલે કે 25 વર્ષ પછી આજે હોદેદારોની બિનહરીફ વરણી

મોરબી : મોરબી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના નવા હોદેદારોની નિમણુંક આજે તા. 18 નવેમ્બરના રોજ કરવામાં આવી છે. જેમાં પ્રમુખ તરીકે જયંતીભાઈ પટેલ, ઉપપ્રમુખ તરીકે ત્રમ્બકભાઈ ફેફર, જયેન્દ્રસિંહ જાડેજા, સવજીભાઈ કાલરીયા તથા રતિલાલ આદ્રોજા, મહામંત્રી તરીકે અમિતભાઇ સચદે, સહમંત્રી તરીકે ઉમેશભાઈ કચોરીયા તથા હેમલભાઈ શાહ તેમજ ખજાનચી તરીકે બચુભાઈ અગોલાની નિમણુંક કરવામાં આવી હતી.

- text

આ તકે પ્રમુખ જયંતીભાઈ પટેલે જણાવ્યું હતું કે મોરબી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ 50 વર્ષ જેટલી જૂની સંસ્થા છે. વર્ષ 1993 પછી સીધી આજે સંસ્થાના હોદેદારોની નિમણુંક બિનહરીફ રીતે કરવામાં આવી છે. વધુમાં, તેઓએ જણાવ્યું હતું કે મોરબીને મહાનગરપાલિકા બનાવવાના લક્ષ્યને પ્રાથમિકતા આપવામાં આવશે. તેમજ મોરબીમાં ચાલતા ઉદ્યોગોના વણઉકેલ્યા પ્રશ્નો અંગે લડત ચલાવી નિવારણ લાવવામાં આવશે. આ ઉપરાંત, થોડા સમયથી નિષ્ક્રિય બની ગયેલું મોરબી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ફરી વખત ધમધમતું થઇ જિલ્લાના ઉદ્યોગો અગ્રેસર રહે તથા નામશેષ ના થાય તે માટે પ્રયત્નશીલ રહેશે.

- text