હળવદ : કોયબામાં તેજસ્વી તારલાઓનું સન્માન અને શૈક્ષણિક સેમિનાર યોજાયો

- text


હળવદ : હળવદ તાલુકાના કોયબા ગામે જય ભીમ કેરિયર એકેડમી દ્વારા તેજસ્વી તારલાઓનું સામાજિક સન્માન અને શૈક્ષણિક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન કરાયું હતું. આ પ્રસંગે સમાજના અગ્રણીઓ તેમજ રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

- text

હળવદ તાલુકાના નવા કોયબા ગામે ગલકાલે શૈક્ષણિક સન્માન સમારોહનું આયોજન જય ભીમ કેરિયર એકેડમી દ્વારા કરાયું હતું. આ પ્રસંગે મુકેશભાઈ પી. મકવાણા તેમજ સમાજના આગેવાનો અને રાજકીય અગ્રણીઓના વરદ હસ્તે દિપ પ્રાગટય કરી કાર્યક્રમની શરૂઆત કરાઈ હતી. ત્યારબાદ હળવદ તાલુકાના વિવિધ ક્ષેત્રમાં ઝળહળતી સફળતા મેળવનાર તેજસ્વી તારલાઓનું સન્માન કરાયું હતુ. આ તકે મહર્ષિ ગુરૂકુળના એમ. ડી. રજનીભાઈ સંઘાણી, વી. કે. મકવાણા, દિનેશભાઈ મકવાણા, તક્ષશિલાના મહેશભાઈ પટેલ, કમલેશભાઈ દઢાણીયા, હરેશભાઈ પરમાર, વિજયભાઈ છાસીયા, એન્જીનીયર પરમાર સહિત સામાજિક અગ્રણીઓ તેમજ રાજકીય મહાનુભાવો શૈક્ષણિક સન્માન કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા નરેન્દ્રભાઈ સોલંકીએ ભારે જહેમત ઉઠાવી હતી.

- text