મોરબી : શનાળા-રવાપર રોડને જોડતા સ્વચ્છતા રોડ ઉપર ગટરના પાણી ભરાયા

- text


ગટરના પાણી રહેણાંક વિસ્તારમાં ઉભરાતા સ્થાનિક લોકો મુશ્કેલીમાં મુકાયા

મોરબી : મોરબીના શનાળા અને રવાપર રોડને જોડતા સ્વચ્છતા રોડ ઉપર આજે ગટરની લાઈન લીકેજ થવાથી આસપાસના રહેણાંક વિસ્તારમાં ગટરના દૂષિત પાણી સરોવરની જેમ ભરાયા હતા.ગટર ઉભરાતા સ્થાનિક લોકો મુશ્કેલીમાં મુકાય ગયા છે અને ગટરના ગંદકીથી રોગચાળાનું જોખમ હોવાથી તંત્ર વહેલી તકે આ ગટરની સમસ્યાનું નિરાકરણ કરે તેવી સ્થાનિકોએ માંગ ઉઠાવી છે.

- text

મોરબીમાં તંત્રની ધોર બેદરકારીના કારણે ઠેરઠેર ગટરો બેસુમાર ગંદકીથી ઓવરફ્લો થયા છે.મોટાભાગના વિસ્તારો ગટર ઉભરાવવાની સમસ્યાઓથી ભારે પ્રભાવિત છે. ત્યારે વધુ એક વિસ્તારમાં તંત્રના પાપે ગટર ઉભરાઈ હોવાની ફરિયાદ સામે આવી છે.જેમાં મોરબીના હાર્દ સમાં વિસ્તાર શનાળા રોડ અને રવાપર રોડ સાથે જોડતા રસ્તા પર આવેલ ગુલમહોર ફ્લેટ પાસે ગટરની લાઈન લીકેજ થવાથી આ આખા વિસ્તારમાં ગંદા પાણીના સરોવર ભરાયા છે અને ગટરની ગંદકી ઉભરાતા સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સમની કરવો પડી રહ્યો છે.આ આખા વિસ્તારમાં ગટરના ગંદા પાણી રેલમછેલમ થઈને વહેતા હોવાથી સ્થાનિક લોકોના આરોગ્ય પર ગંભીર ખતરો તોળાઈ રહ્યો છે.તેથી સ્થાનિક લોકોએ તંત્ર આ વિસ્તારની ગટરની ગંભીર સમસ્યાનું યોગ્ય રીતે નિરાકરણ કરે તેવી માંગ કરી છે.

- text