અયોધ્યા ફેસલા અનુસંધાને સમગ્ર મોરબી જિલ્લામાં સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ

- text


રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલીગ સાથે એક એસઆરપીની ટુકડીને સ્ટેન્ડ ટું રખાઈ

મોરબી : અયોધ્યાના મામલે આજે સુપ્રીમ કોર્ટમાં ચુકાદાને પગલે સમગ્ર મોરબી જિલ્લામાં જડેસલાક સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ છે. જોકે મોરબી જિલ્લામાં હંમેશા ભાઈચારા અને શાંતિનો માહોલ રહ્યો છે. અને કોમી એકતા મોરબીની આગવી ઓળખ છે. જ્યારે અયોધ્યા કેસ ચુકાદા મુદ્દે તકેદારીના ભાગ રૂપે 24 કલાક રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલીગ કરવામાં આવી રહ્યું છે. મોરબી જિલ્લા પોલીસ વડાએ હાલમાં સમગ્ર જિલ્લામાં કડક પોલીસ સુરક્ષા રાખવામાં આવી હોવાનું અને જરૂર પડ્યે એસઆરપીની ટુકડીને સ્ટેન્ડ બાય રાખવામાં આવી હોવાનું જણાવ્યું છે.

- text

સમગ્ર દેશના સાર્વભોમત્વ માટે સૌથી મોટા મહત્વના અયોધ્યાના મામલે સુપ્રીમ કોર્ટ દ્વારા નિર્ણાયક ચુકાદો આપવામાં આવ્યા છે. આ અયોધ્યાના મામલે ચુકાદાના મામલે સમગ્ર દેશમાં સુરક્ષાના કડક આયોજનો કરવામાં આવ્યા છે. જેના પગલે સમગ્ર મોરબી જિલ્લામાં સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવાઈ છે. મોરબી શહેર સહિત સમગ્ર જિલ્લામાં 24 કલાક રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલીગ કરવામાં આવ્યું છે. અને પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. આ મામલે જિલ્લા પોલીસ વડા ડો.કરનરાજ વાઘેલાએ જણાવ્યું હતું કે, સમગ્ર જિલ્લામાં સુરક્ષા અને સલામતી માટે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવામાં આવી છે અને એક એસઆરપીની પ્લાટુન ફળવામાં આવી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અયોધ્યાના ઐતિહાસિક ફેસલા મામલે તમામ ધર્મના લોકોએ શાંતિ અને સંયમ રાખવાની ખાતરી આપી હોવાનું જણાવીને હાલ એકદમ શાંતિ હોવાનું ઉમર્યું હતું.

- text