મોરબીમાં બે ટ્રક વચ્ચે દબાઈ જતા યુવાનનું મોત

- text


 

મોરબી : મોરબીમાં બે ટ્રક વચ્ચે દબાઈ જતા એકનું મોત નીપજ્યું હતું.આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મદનલાલ મોતીલાલ ગુજજર ઉવ. ૩૦ રહે સીતાપુર ગુજજ્ર મહોલ્લા પોસ્ટ નગર, માલપુરા જીલ્લો ટાંક રાજસ્થાનવાળો ગત તા.તા.૦૫/૧૧/૨૦૧૯ના રોજ ઘુટુ ગામની સીમમા આવેલ ખેમાબાબા હોટેલના કપાઉન્ડમા મોરબી હળવદ હાઇવે ઉપર ટ્રક ટ્રેઇલર નંબર RJ-47-GA-1790 વાળી ટ્ર્ક ઓચીતા રીવેસ પાછી પડતા પાછળ ઉભેલ ટ્ર્ક નંબર RJ-52-GB-1699ની વચ્ચે તે દબાઇ જતા તેનું અકસ્માતે મોત થયું હતું. તાલુકા પોલીસે આ બનાવની નોંધ કરીને વધુ તપાસ હાથ ધરી છે

- text

- text