મોરબીમાં કોમ્પ્યુટર કલાસીસમાં જવાનું કહીને યુવતી લાપતા બની

- text


મોરબી : મોરબીના સામાકાંઠે રહેતી યુવતી કોમ્યુટર ક્લાસિસમાં જવાનું કહીને લાપતા બની હોવાનો બનાવ સામે આવ્યો છે.આ બનાવની મોરબી બી ડિવીઝન પોલીસ સ્ટેશને પ્રાપ્ત થતી વિગતો અનુસાર વેલજીભાઇ મેરાભાઇ સોલંકી ઉ.વ. ૫૦ રહે. જવાહર સોસાયટી ભડીયાદ કાંટા પાસે મોરબીએ પોતાની પુત્રીની ગુમસુદા નોંધાવી હતી કે, તેમની પુત્રી ઉર્મિલાબેન વેલજીભાઇ સોલંકી ઉ.વ. ૨૨ રહે.જવાહર સોસાયટી મોરબીવાળી તા.૦૪/૧૧/૨૦૧૯ના રોજ ધરેથી મોરબી સીવીલ હોસ્પીટલ તથા કોમ્પ્યુટર ક્લાસીસમા જવાનુ કહીને ધરેથી નીકળી ગઈ હતી.ત્યારબાદ તેણીનો પત્તો ન લાગતા અંતે તેના પિતાએ પુત્રી ગુમ થયાની બી ડિવિજનમાં નોંધ કરાવી છે.જેના આધારે બી ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે.

- text

- text