મોરબીના વકીલએ રંગોળીના માધ્યમથી સ્વચ્છતાનો સંદેશ આપ્યો

- text


 

મોરબી : સ્વચ્છતાના આગ્રહી મહાત્મા ગાંધીજીની 150મી જન્મ જયંતિની ઉજવણી સમગ્ર ભારત વષઁમાં થઈ રહી છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છતા અભિયાનને ઉજાગર કરતી રંગોળી મોરબીના રવાપર રોડ ઉપર આવેલ ગાયત્રીનગર સોસાયટીમાં રહેતા યુવા ધારાશાસ્ત્રી સંજયભાઇ રાજપરા તેમજ શિવ, ચેલ્સીએ સાથે મળીને “સ્વચ્છ મોરબી”,” સ્વસ્થ ભારત”ની થીમ પર રંગોળી બનાવી હતી. જેઓએ અગાઉના વર્ષોમાં પણ ભારતમાતા, ગરવી ગુજરાત, આપણુ મોરબી, ગાય અને પયાઁવરણ બચાવો, વૃક્ષો વાવોની થીમ આધારિત રંગોળીઓ બનાવેલ હતી.

- text

વકીલ સંજયભાઇ રાજપરાએ રંગોળીના માધ્યમથી લોકોને રાષ્ટ્રપ્રમનો સંદેશા આપેલ છે. આ તકે તેમણે Morbi Updateના માધ્યમથી લોકોને જણાવેલ છે કે, લોકો સંદેશાત્મક રંગોળીની સાથે સંતો, દેશના ક્રાંતિકારીઓ, વિર સપુતો, મહાનુભાવોના રેખા ચિત્રો રંગોળીના માધ્યમથી ઉજાગર કરવા જોઈએ. જેથી, આવનારી પેઢીને પણ પ્રેરણા મળતી રહે.

- text