મોરબી : પી.જી.વી.સી.એલ. દ્વારા ટ્રાન્સફોર્મરથી દુર ફટાકડા ફોડવા અપીલ

- text


મોરબી : અગિયારસના દિવસથી દિવાળીના તહેવારો શરુ થઇ ગયા છે. લોકો ધામધૂમથી ફટાકડા ફોડી તહેવારોની ઉજવણી કરી રહ્યા છે. આવતીકાલે રવિવારના રોજ દિવાળીના દિવસે વધારે પ્રમાણમાં ફટાકડા ફોડવામાં આવશે ત્યારે પી.જી.વી.સી.એલ. દ્વારા ટ્રાન્સફોર્મરથી અને વીજ લાઈનથી દૂર કાળજીથી ફટાકડા ફોડવા માટે જાહેર અપીલ કરવામાં આવી છે.

- text

પી.જી.વી.સી.એલ. દ્વારા જણાવવામાં આવ્યું છે કે ફટાકડા ફોડતી વખતે ફટાકડા ઈલેક્ટ્રીક ટ્રાન્સફોર્મર સેન્ટરથી કે ઇલેક્ટ્રિકલ લાઈનથી દૂર રાખવાની કાળજી લેવી. જેથી કરીને ફટાકડા જેવા વિસ્ફોટક પદાર્થોથી આગ લાગવાની અનિચ્છનીય ઘટનાઓ અટકાવી શકાય.

શહેરમાં કોઈ દુર્ઘટના ન ઘટે તથા સલામતી જળવાય તે હેતુથી આ જાહેર અપીલ કરવામાં આવી છે.

- text