જીવાપર ગામે જી.જી.આર.સી. દ્વારા ખેડૂતોની મિટિંગ યોજાઈ

- text


ટંકારા : :ગુજરાત ગ્રીન રીવોલ્યુશન કંપની દ્વારા ટંકારા તાલુકાના જીવાપર ગામે ખેડૂતની મીટીંગ કરવામાં આવી હતી. જેમાં જી.જી.આર.સી. હેડ ઓફિસમાંથી મુખ્ય મહેમાન તરીકે પી. પી. દોંગા, ચીફ (AD, AI & MIS) આવેલ હતા. જેમને ખેડૂતોને ટપક પદ્ધતિની ઉપયોગિતા, જી.જી.આર.સી.ની કાર્યપ્રણાલી, ટપક પદ્ધતિના ફાયદા, પાણીનું મહત્વ વગેરે વિશે માહિતી આપી હતી.

આ ઉપરાંત, જી.જી.આર.સી. મોરબીથી આવેલ આર. એમ. ડાંગર દ્વારા ખેડૂતોને ટપક પદ્ધતિ વહેલાસર અપનાવવા તથા સો ટકા ટપક પદ્ધતિ હેઠળ ખેતી કરવા માટે અનુરોધ કરવામાં આવ્યો હતો. ભૂમિ પોલીમર્સ -રાજકોટના ડાયરેક્ટર રસિકભાઈ બાલધા, સ્ટેટ ઇન્ચાર્જ નિકુંજભાઈ બગસરિયા, એગ્રોનોમીસ્ટ ગનીભાઇ પટેલ વગેરે દ્વારા ટપક પદ્ધતિની તાંત્રિક જાળવણી તેમજ કપાસ અને મગફળીના રોગ-જીવાત વિશેની વિગતવાર માહિતી આપવામાં આવી હતી.

આ મિટિંગમાં ખાસ અનુસૂચિત જાતિ ખેડૂત ખાતેદારને ટપક પદ્ધતિ માટે મળતાં વધારાની સબસીડીના લાભો લેવા તેમજ અન્ય ખેડૂતોને પ્રોત્સાહન આપવા અપીલ કરવામાં આવી હતી. જી.જી.આર.સી.ની કોટન ડોક્ટર એપ્લિકેશન ડાઉનલોડ કરીને ઉપયોગ કરવા સર્વે ખેડૂત મિત્રોને ભલામણ કરવામાં આવી હતી.

- text


Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text