મોરબીના અરુણોદય નગરમાં એક માસથી સ્ટ્રીટ લાઈટ બંધ

- text


સ્થાનિક લોકોએ પાલિકા તંત્રને રજુઆત કરી સ્ટ્રીટ લાઈટો ચાલુ કરવાની માંગ કરી

મોરબી : મોરબીના સામાકાંઠે આવેલ અરુણોદયનગરમાં છેલ્લા એક માસથી સ્ટ્રીટ લાઈટ બંધ હોવાની ફરિયાદ ઉઠી છે. જેથી, અંધારપટ્ટને કારણે સ્થાનિક લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આથી, સ્થાનિક લોકોએ પાલિકા તંત્રને રજુઆત કરી તેમના વિસ્તારમાં બંધ સ્ટ્રીટ લાઈટને ચાલુ કરવાની માંગ કરી છે.

મોરબીના સામાકાંઠે આવેલ અરુણોદયનગર વિસ્તારમ રહેતા ધર્મેન્દ્રભાઈ જોશીએ મોરબી નગરપાલિકાને રોશની વિભાગમાં લેખિત ફરિયાદ કરી હતી કે, તેમના ઘરની સામે આવેલ સ્ટ્રીટ લાઈટ છેલ્લા એક માસથી બંધ છે. જેના કારણે અંધારપટ સર્જતો હોય સ્થાનિક લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. તેમણે આ સ્ટ્રીટ લાઈટ બંધ અંગે પાંચ વખત રજુઆત કરી છે. તેમજ કોન્ટ્રાક્ટરને પણ જાણ કરી હતી. તેમ છતાં હજુ સુધી સ્ટ્રીટ લાઈટ ચાલુ કરવામાં આવી નથી. જો કે તેઓ ટ્યુબ લાઈટ માટે છેલ્લા દોઢ વર્ષથી ફરિયાદ કરે છે. પણ હજુ સુધી સ્ટ્રીટ લાઈટ રીપેર કરવાની તસ્દી લીધી નથી. આથી, તેમણે ફરી વખત રજુઆત કરીને આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે.

- text


Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

 

- text