મોરબી ઇન્ડિયન લાયન્સ ક્લબ દ્વારા રાસોત્સવ યોજાયો

- text


મોરબી : ઇન્ડિયન લાયન્સની સિલ્વર જ્યુબલી ઉજવણી અંતર્ગત મોરબી ઇન્ડિયન લાયન્સ ક્લબ – ઇન્ડિયન લાયોનેસ ક્લબ તથા ઇન્ડિયન લિયો ક્લબ – મોરબી અને ઇન્ડિયન લાયન્સ ક્લબ – ટંકારાના સંયુક્ત ઉપક્રમે ઓપન મોરબી ‘રાસોત્સવ – 2019’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ગત તા. 06/10/2019ના રોજ નગરપાલિકા કોમ્યુનિટી હોલ, કાયાજી પ્લોટ ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં કુલ 128 જેટલા ખેલૈયાઓએ ભાગ લીધો હતો. જેમાં અલગ-અલગ વયજૂથ માટે લિટલ પ્રિન્સ-પ્રિન્સેસ, બેસ્ટ એકશન, બેસ્ટ ડ્રેસ, કિંગ-કવીન ઓફ મોરબી જેવા વિભાગો મુજબ ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ ક્લબના પ્રમુખ ભાવેશભાઈ દોશી, પ્રીતિબેન દેસાઈ તેમજ શોભનાબા ઝાલા, રમણભાઈ મહેતા સહિતના સભ્યો દ્વારા ભાગ લેનાર દરેક ખેલૈયાઓને ભેટ આપી પ્રોત્સાહિત કરાયા હતા.

- text

આ પ્રસંગે ઇન્ડિયન લાયન્સના ગુજરાત સ્ટેટ સેક્રેટરી વિજયાબેન કટારીયા, નેશનલ બોર્ડના સભ્યો ધીરુભાઈ સુરેલીયા, હસુભાઈ સોરીયા સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં નિર્ણાયક તરીકે શૈલેનભાઈ મહેતા (મનુભાઈ ડ્રેસવાળા) અને જયશ્રીબા ઝાલાએ સેવા આપી હતી.


Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text