મોરબીમાં જી.પી.એસ.સી.ના પરીક્ષા કેન્દ્ર આસપાસ નિયંત્રણો મુકાયા

- text


મોરબી : મોરબી જિલ્લામાં ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા આગામી તા. ૧૩-૧૦-૨૦૧૯ના સવારે ૧૦-૦૦ કલાકથી ૦૧-૦૦ કલાક અને બપોરે ૦૩-૦૦ કલાકથી ૦૬-૦૦ કલાક દરમિયાન વર્ગ-૧ અને વર્ગ-૨ની વિવિધ પરીક્ષા યોજનાર છે. આ પરીક્ષાઓ શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તેમજ પરીક્ષાની કાર્યવાહીમાં કોઇપણ જાતની રૂકાવટ ન આવે અને કાયદો-વ્યવસ્થા જળવાઇ રહે તે માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા કેટલાંક નિયંત્રણો મુકવામાં આવ્યા છે.

અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ કેતન જોષી દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામા અનુસાર ગુજરાત રાજ્ય જાહેર સેવા આયોગ દ્વારા મોરબી જિલ્લાના જે શૈક્ષણિક સંસ્થાઓને પરીક્ષા કેન્દ્રો જાહેર કરવામાં આવેલ હોય તેવા પરીક્ષા સ્થળની આસપાસના ૧૦૦ મીટરના વિસ્તારમાં તા. ૧૩-૧૦-૨૦૧૯ના રોજ સવારના ૦૭-૦૦ કલાક થી ૧૮-૦૦ કલાક દરમિયાન પરીક્ષામાં ગેરરીતી કરવાના ઇરાદાથી કે અનિયમિતતા ઉભી કરવા અને પરીક્ષા કાર્યમાં ખલેલ પાડવાના ઇરાદાથી ચાર કરતા વધુ વ્યકિતઓએ એકત્રીત થવું નહી અથવા કોઇ સભા ભરવી નહી કે કોઇ સરઘસ કાઢવું નહી. પરીક્ષા સ્થળે મોબાઇલ ફોન, લેપટોપ, ટેબ્લેટ, કેલક્યુલેટરવાળી ઘડીયાળ તેમજ કોઇપણ પ્રકારના ઇલેકટ્રોનીકસ ઉપકરણો લઈ જવા નહી. નિર્દીષ્ટ વિસ્તારની આસપાસ ઝેરોક્ષ અથવા લીથો કે અન્ય કોઇ રીતે પરીક્ષા કાર્યમાં ગેરરીતિ કરવા કોપીંગ વગેરે ગેરકાયદેસર કૃત્યુ ન કરવા આ જાહેરનામામાં જણાવાયું છે.

- text

ઉલ્લેખનીય છે કે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા મોરબી જિલ્લાના કુલ- ૮ કેન્દ્રો ખાતે વિવિધ સંવર્ગની પરીક્ષા ૧૩-૧૦-૨૦૧૯ના ૧૦-૦૦ કલાકથી ૦૧-૦૦ કલાક અને ૦૩-૦૦ કલાકથી ૦૬-૦૦ કલાકે લેવાનાર છે. જેમાં વી. સી. ફાટક પાસે આવેલ ધ વી.સી. ટેક્નીકલ હાઇસ્કુલ, સ.વ.પ. કન્યા વિદ્યાલય, સેન્ટ મેરી સ્કુલ, નવયુગ વિદ્યાલય, નીલકંઠ વિદ્યાલય, નિર્મલ વિદ્યાલય અને તપોવન વિદ્યાલયનો સમાવેશ થાય છે.


Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text