હળવદ : લાઈટ બંધ મુદ્દે વીજ કર્મચારી પર હુમલો કરનાર આરોપીને અઢી વર્ષની કેદ

- text


વર્ષ 2001માં બનેલા બનાવમાં હળવદ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો

હળવદ : હળવદના ભલગામડા ગામે વર્ષ 2001 માં પીજીવીસીએલના વીજ સબ સ્ટેશન ખાતે જઈ લાઈટ કેમ બંધ છે તે કહી વીજ કર્મચારી પર હુમલો કરી તોડફોડ અને ફરજમાં રૂકાવટ કર્યાના બનાવનો કેસ આજે હળવદ કોર્ટમાં ચાલી જતા કોર્ટે આરોપીને કસૂરવાર ઠેરવી તેને અઢી વર્ષને કેદ અને રૂ.10 હજારનો દંડ ફટકાર્યો છે.

આ કેસની વિગત જોઈએ તો હળવદ તાલુકાના પલાસણ ગામે રહેતા કમાભાઈ કાનભાઈ કોળી ગત તા.31 મે, 2001ના રોજ ભલગામડા ગામે આવેલ પીજીવીસીએલના 66 કેવી વીજ સબસ્ટેશન ખાતે ગયા હતા અને ફરજ પરના પીજીવીસીએલના નરેશભાઈ ડાયાભાઇ તડવીને પલાસણ ગામે લાઈટો કેમ બંધ છે તેમ કહીને ગાળો આપી ઉશ્કેરાયેલા આરોપીએ પીજીવીસીએલના અન્ય કર્મચારી નરેન્દ્રસિંહ પરમારને લાફા મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બાદમાં પીજીવીસીએલના નરેશભાઈ તડવીએ આરોપી કમાભાઈ કોળી સામે હુમલો કરી તથા નુકશાન પહોંચાડી ફરજમાં રૂકાવટ કરી હોવાની જે તે સમયે હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ત્યારે આ કેસ આજે બી.એમ.રાજ સાહેબ જ્યૂડી. મેજી. કોર્ટમાં ચાલી જતા ફરિયાદી પક્ષે આરોપી વિરુદ્ધ પાંચ મૌખિક પુરાવા અને 2 દસ્તાવેજી પુરાવા રજૂ કરતા તેમજ સરકારી વકીલ એ. પી. માલવણીયાની ધારદાર દલીલોને ધ્યાને લઈને કોર્ટે આરોપીને આ કેસમાં દોષિત ઠેરવી તેને અઢી વર્ષની કેદની સજા અને રૂ.10 હજારનો દંડ ફટકાર્યો હતો.

- text


Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text