મોરબી જિલ્લા કલેક્ટર જે. બી. પટેલની પાટીદાર ધામ ટ્રસ્ટે શુભેચ્છા મુલાકાત લીધી

- text


મોરબી : ગત તારીખ 7 ઓક્ટોબરના રોજ મોરબી જિલ્લા કલેક્ટર જે. બી. પટેલની પાટીદાર ધામ ટ્રસ્ટ અને જિલ્લા પાટીદાર કર્મચારી ગ્રુપે શુભેચ્છા લીધી હતી. આ તકે પાટીદારધામ – મોરબી, જિલ્લા પાટીદાર કર્મચારી ગ્રુપ દ્રારા કલેક્ટર જે. બી. પટેલનું પુષ્પગુચ્છથી સન્માન કરવામાં આવ્યું હતું.

મુલાકાત દરમિયાન મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘના પૂર્વ પ્રમુખ સરડવા મણિલાલ વી., પાટીદાર ધામના પ્રમુખ સેવક કિરીટ દેકાવાડીયા, જીજ્ઞેશ બોઘરા, નરેન્દ્ર બાવરવા, નાનજીભાઈ મોરડીયા, નરેન્દ્ર કાલરીયા દ્રારા કલેક્ટર જે. બી. પટેલ સાહેબ સાથે પાટીદારધામ ટ્રસ્ટ મારફત ચાલતી જી.પી.એસ.સી.ના વર્ગની અને તેમજ ફ્રી સેમિનાર મારફત ગરીબ પરિવારના પાટીદાર વિધાર્થીઓને થયેલ લાભોની ચર્ચા-વિચારણા કરવામા આવી હતી. તેમજ પાટીદાર ધામ ટ્રસ્ટ અને જિલ્લા પાટીદાર કર્મચારી ગ્રુપ દ્વારા કલેક્ટરને રાષ્ટ્રીય કામગીરી જેવી કે ચૂંટણી, વસ્તીગણતરી કે કુદરતી આફત ના સમયે વહીવટી તંત્ર સાથે ખડેપગે રહેવાની ખાતરી આપી હતી.

- text


Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text