મોરબીમાં રોકડ રકમ સાથેનું ખોવયેલું પર્સ ચા વાળાએ મૂળ માલિકને પરત કરી પ્રમાણિકતા દાખવી

- text


સોશિયલ મીડિયાના માધ્યમથી મળેલું પર્સ વડવાળા ટી સ્ટોલના ધારકે મૂળ માલિકને પરત કર્યુ

મોરબી : મોરબીના રાજનગર-પંચાસર રોડ ઉપર રહેતા યુવાનનું રૂ.17 હજારની રોકડ રકમ અને અગત્યના ડોક્યુમેન્ટ સાથેનું પર્સ ખીવાઈ ગયું હતું.ત્યારે સોશિયલ મીડિયાના માધ્યમથી આ પર્સ વડવાળા સ્ટી સ્ટોલના ધારકને મળ્યું હોવાની જાણ થઈ હતી.આથી ટી સ્ટીલના ધારકે આ અંગે ખરાઈ કરીને મૂળ માલિકને પર્સ પરત કરીને પ્રમાણિકતા દાખવી હતી.

મોરબીના રાજનગર-પંચાસર રોડ ઉપર રહેતા સીતાપરા પરસોત્તમભાઈ હંસરાજભાઈનું પર્સ ખોવાઈ ગયું હતું.આ પર્સમાં રૂ.17 હજાર રોકડ અને અગત્યના ડોક્યુમેન્ટ મેન્ટ હતા ત્યારે સોશિયલ મીડિયામાં તેમનું પર્સ ખોવાયું હોવાની બાબત વાયરલ થઈ હતી અને આ સોશિયલ મીડિયાનું હકારાત્મક જમા પાસું એ રહ્યું હતું કે આ સોશ્યલ મીડિયાના માધ્યમથી તેમને ખોવાયેલું પર્સ પરત મળ્યું હતું.જેમાં સોશિયલ મીડિયામાંથી તેમને જાણ થઈ હતી કે, તેમનું પર્સ કબ્રસ્તાનની સામે કોર્નર ઉપર વડવાળા ટી સ્ટોલ ધરાવતા જગાભાઈ હમીરભાઈ કરોતરાને મળ્યું હતું. આથી જગાભાઈએ આ પર્સની યોગ્ય ખરાઈ કરીને મૂળ મલિક પરસોત્તમભાઈ સીતાપરાને પરત કરી દીધું હતું. જેથી આ યુગમાં પણ તેમની પ્રમાણિકતાથી પ્રભાવિત થયેલા પરસોત્તમભાઈએ તેમને માનભેર બક્ષિસ આપવાની વાત કરી હતી. પણ સામન્ય ટી સ્ટોલ ધરાવતા જગાભાઈએ પોતાની ભારે ઉદારતા દાખવી બક્ષિસ લેવાની ના પાડીને મૂળ માલિકને ઉલટાની ચા પીવડાવીને પોતાની માનવતા મહેકાવી હતી.

- text


Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text