હળવદના જુના દેવળીયા પાસે રૂ. 31 હજારના વિદેશી દારૂ સાથે એક ઝડપાયો

- text


હળવદ : હળવદના જુના દેવળીયા ગામ પાસે એક દુકાનમાં એલસીબીની ટીમે દરોડો પાડીને રૂ. 31,200ની કિંમતની 104 બોટલ વિદેશી દારૂ સાથે કલ્પેશ જયંતીભાઈ અઘારાને પકડી પાડ્યો હતો. પ્રાથમિક પૂછપરછમા આ દારૂનો જથ્થો તેને તેના ભાઈ વિજય જયંતીભાઈ અઘારાએ આપ્યો હોવાનું ખુલ્યા બન્ને સામે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- text