વાંકાનેરના સમઢીયાળા ગામે સગીરા ઉપર શખ્સે દુષ્કર્મ આચર્યાની ફરિયાદ

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકાના સમઢીયાળા ગામે એક શખ્સે સગીરાને વાડીમાં લઈ જઈને દુષ્કર્મ આચર્યું હોવાની તાલુકા પોલિસ મથકે ફરિયાદ નોંધાઇ છે. આ ફરિયાદના પગલે પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી આદરી હોવાનું જાણવા મળ્યું છે.પ્રાપ્ત થતી વિગત મુજબ વાંકાનેર તાલુકાના સમઢીયાળા ગામની સીમમાં આવેલ વાડી તરફ જવાના રસ્તા ઉપરથી એક સગીરા પસાર થઈ રહી હતી. ત્યારે ગુંદાખડા ગામના રહેવાસી કાનજીભાઈ ગગજીભાઈ સરવૈયાએ સગીરાને બાથ ભરી લીધી હતી. ત્યાર બાદ સગીરાને જાનથી મારી નાખવાની ધમકી આપીને બળજબરીથી વાડીએ વાવેલા જુવારમાં વચ્ચે લઇ જઈ શખ્સે સગીરા સાથે દુષ્કર્મ આચર્યુ હતું.ભોગ બનેલી સગીરાના પિતાએ આ મામલે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે દુષ્કર્મ સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ હાથ ધરી છે.

- text


Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text