ટંકારાની ગાયત્રી સોસાયટીમાં રામ રાવણના ભીષણ યુદ્ધ બાદ રાવણના પૂતળાનું દહન

- text


લોકોએ ભીતરમાં રહેલા દુર્ગુણોનું દહન કરવાના સંકલ્પ લીધા

ટંકારા : ટંકારાના ગાયત્રી નગર સોસાયટીની ગરબીમા રાવણના પૂતળાનું દહન કરવામાં આવ્યુ હતું. જેમાં રામ-રાવણનુ ભિષણ યુદ્ધ થયું. જેમા રાવણવધ કરી દશાનંનના વિશાળ પુતળાનું દહન કર્યુ હતું. રાવણના પૂતળાના દહન સાથે લોકોએ પોતાની ભીતરમાં રહેલા દુર્ગુણોનો દહન કરવાના સંકલ્પ લીધા હતા.ટંકારા શહેરના ભાગોળે આવેલ ગાયત્રી નગર સોસાયટી ખાતે પાટીદાર સમાજ દ્વારા ભવ્યતાથી ભવ્ય પ્રાચીન ગરબા ગાઈ નોરતામા શક્તિની આરાધના કરવામાં આવી હતી અને દશેરાના દિવસે એક માત્ર એવી ગરબી છે જયાં રાવણ દહન કરવામાં આવે છે. જેને જોવા પંથકના લોકો ઉમટી પડે છે. આ વર્ષે પણ નવરાત્રી પછી દશેરા નિમિતે રામ રાવણનુ ભિષણ યુદ્ધ પછી લંકાપતિનુ દહન કરવા બોલી લગાવી હતી. બોલીના અંતે 9009ની બોલી કરીને તુલસી ખોખાણીએ દહનનો ચડાવો કરી દશાનંનને દહન કર્યો હતો. લોકોએ પોતાના ભીતરમાં રહેલા દુર્ગુણોનું દહન કરવાના સંકલ્પ લીધા હતા.

- text


Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text