ડીજીટલ સ્ટેમ્પ ફ્રેન્કિંગમાં સ્ટાફ તથા ટેબલ વધારવા માટે મહેસુલ મંત્રીને રજુઆત

- text


સ્ટોક થયેલા સ્ટેમ્પ પહેલા વાપરવા દેવા અંગે પણ રજુઆત કરાઈ

મોરબી : ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ એસોસીએસનના જનરલ સેક્રેટરી કે. ડી. બાવરવાએ રાજ્યના મહેસુલ મંત્રી કૌશિકભાઈ પટેલને ડીજીટલ સ્ટેમ્પ ફ્રેન્કિંગમાં સ્ટાફ તથા ટેબલ વધારવા તેમજ સ્ટોક થયેલા સ્ટેમ્પ વાપરવા દેવા અંગે રજૂઆત કરાઈ હતી.

કે. ડી. બાવરવાએ અરજીમાં જણાવ્યું હતું કે સરકાર દ્વારા સ્ટેમ્પ પેપર માટે હાલમાં ડીજીટલ રીતે ફ્રેન્કિંગ કરાવેલા જ સ્ટેમ્પ વાપરવાનો નિર્ણય લેવામાં આવેલ છે. પરંતુ આ નિર્ણય તખલઘી રીતે લેવાયેલો છે.

હાલમાં લોકો સ્ટેમ્પ પેપર લેવા માટે ખુબ જ પરેશાન થાય છે. સરકાર દ્વારા કોઈ યોગ્ય વ્યવસ્થા કર્યા વગર આ સુધારો અમલમાં મુકવામાં આવેલ છે. સરકાર તરફથી પુરતી વ્યવસ્થા કરવામાં આવી નથી. પુરતો સ્ટાફ નથી તેમજ ઓનલાઈન કનેક્ટીવીટીના પણ પ્રોબલેમના કારણે લોકોને જ પરેશાની ભોગવી પડે છે. સ્થાનિક કોઈ જવાબ પણ આપતું નથી. સ્ટેમ્પ લેવા લોકોને પરેશાની થાય છે. સ્ટેમ્પ લેવા જે ફોર્મ ભરાવવામાં આવે છે. તે ફોર્મ માટે પણ લોકોને પરેશાની થાય છે. આ ફોર્મના પણ કાળા બજાર થાય છે. મોટા પાયે ભ્રષ્ટાચાર થાય છે.

- text

વધુમાં તેઓએ પ્રશ્નો ઉઠાવ્યા હતા કે તો શું સરકારે લોકોને બેરોજગાર કર્યા પછી આવી રીતે લાઈનોમાં ઉભા રાખવાનું જ નક્કી કરેલ છે? લોકોએ અટલા માટે જ શું તમોને સરકાર બનાવવા જનાદેશ આપેલ છે? હાલમાં સરકાર પાસે અબજો રૂપિયાના છાપેલા સ્ટેમ્પ પેપર પડેલ છે. તેનું શું? આના પાછળ કરવામાં આવેલ ખર્ચ કોના ખિસ્સામાંથી જશે? પ્રજાના જ પૈસા જશે ને? તો આવો નિર્ણય અને પ્રજાના પૈસાની બરબાદી શા માટે?

સ્ટેમ્પ માટે ફ્રેન્કિંગની સુવિધા વધારવા તેમજ સ્ટેમ્પ સરકાર પાસે પડ્યા છે તેનો સદઉપયોગ કરવામાં આવે તેવી રજૂઆત કે. ડી. બાવરવાએ રાજ્યના મહેસુલ મંત્રી કૌશિકભાઈ પટેલને તથા ગુજરાત વિધાનસભા નેતા પરેશ ધાનાણીને કરી હતી.


Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text