ભૂગર્ભ ગટરના સતત ઉભરાતા પાણીથી ગોકુલનગર બન્યું નર્કાગાર

- text


મોરબી : શહેરમાં લગભગ કોઈ વોર્ડ એવો નહીં હોય કે જ્યાં ભૂગર્ભ ગટર ન ઉભરાતી હોય. રોજની સેંકડો ફરિયાદો પાલિકા કચેરીમાં ઉભરાય છે, પણ પાલિકા કચેરીમાં ભૂગર્ભ ગટર નથી ઉભરાતી એટલે જ કદાચ તંત્રવાહકોને નાગરિકોની સમસ્યાને ગંભીરતાથી લેવાની જરૂરિયાત સમજાતી નથી એવો લોકરોષ વ્યાપક બની રહ્યો છે.

શહેરના વોર્ડ નંબર 11 માં આવેલા ગોકુલનગરની હાલત બદથી બદતર થઈ ગઈ હોવા છતાં પાલિકાના નિંભર તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી થતી ન હોવાથી ઉભરાતી ભૂગર્ભ ગટર સંદર્ભે લોકરોષ વ્યાપક બની રહ્યો હોવાની રજુઆત વોર્ડના કાઉન્સિલર કુસુમબેન પરમારે વિવિધ સ્તરે કરી છે.

કુસુમબેને કરેલી રજુઆતમાં જણાવ્યા પ્રમાણે શનાળારોડ સ્થિત ગોકુલનગર વિસ્તારના રામજી મંદિર ચોક, ગરબી ચોક, લાયન્સ નગર મેઇનરોડ સહિતના 80% વિસ્તારમાં ભૂગર્ભ ગટરની ગંદકી પાછલા ઘણા સમયથી ઉભરાઈને માર્ગો પર ફરી વળી છે. હાલ નવરાત્રી દરમ્યાન માઇ ભક્તોને આવી નર્ક સમાન સ્થિતિનો સામનો કરીને ગરબી દર્શન કરવા જવું પડી રહ્યું છે. સ્કૂલે પગપાળા જઈ રહેલા બાળકોને ગંદકીમાંથી પસાર થવું પડતું હોવાથી તેઓના સ્વાસ્થ્ય ઉપર ગંભીર ખતરો તોળાઈ રહ્યો છે. ગંદા પાણીમાંથી વારંવાર પસાર થવાની મજબૂરી હોય ચામડીનો રોગચાળો પણ ફેલાયો છે. આ વિસ્તારમાં મેલેરિયા, ડેન્ગ્યુ સહિતના મચ્છરજન્ય રોગચાળાએ માથું ઊંચક્યું છે. લગભગ દરેક ઘરમાં એકથી વધુ વ્યક્તિઓ આ મહામારીનો ભોગ બની રહ્યા છે. ત્યારે હવે સ્થાનિકોની સહનશક્તિની હદ આવી ગઈ છે. જો આ બાબતે ત્વરિત પગલાં ભરવામાં નહિ આવે અને આ સમસ્યાનું કાયમી ધોરણે નિરાકરણ લાવવામાં નહિ આવે તો પાલિકા તંત્ર વાહકોને લોક રોષનો ભોગ બનવું પડશે એ હદે લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.

- text

ઉભરાતી ગટરો અંગે જે તે ખાતામાં વારંવાર ફરિયાદો કરવા છતાં સમસ્યા જૈસે થે સ્થિતિથી વકરતી જાય છે. સફાઈ કામદારો આવે ત્યારે એમને વ્યવસ્થિત સફાઈ કરવા અંગે ટકોર સહિત વિનંતી કરવામાં આવે ત્યારે સફાઈ કામદારો સ્થાનિકો સાથે માથાકૂટ કરે એવા બનાવો બનતા રહે છે.

આ પરિસ્થિતિમાંથી છુટકારો અપાપવા વોર્ડ નંબર 11ના કાઉન્સિલર કુસુમબેન કરમશીભાઈ પરમારે મોરબી પાલિકા પ્રમુખ, મોરબી જિલ્લા કલેકટર, નગરપાલિકા પ્રાદેશિક કમિશનર રાજકોટ સહિતનાઓને પરિસ્થિતિની ગંભીરતા સમજાવી લેખિતમાં ઉગ્ર રજુઆત કરી છે, ત્યારે હવે જોવું રહ્યું કે ગોકુલનગરના રહેવાસીઓને આ નર્કાગાર જેવી સ્થિતિમાંથી છુટકારો ક્યારે મળે છે?


Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text