મોરબીમાં સતત વરસાદને પગલે મોટાભાગના રોડનું ધોવાણ : એક એક ફૂટ સુધીના ખાડા પડયા

- text


વાહન ચાલકો પર અકસ્માતનું મોટું જોખમ : પાલિકા તંત્ર તાત્કાલિક રોડનું રિપેરીગ કરે તેવી માંગ

મોરબી : મોરબીમાં ફરી વરસાદે મોટાભાગના માર્ગોની પથારી ફેરવી નાખી છે.છેલ્લા ત્રણ દિવસથી પડી રહેલા એકધારા વરસાદથી માર્ગોની ધોર ખોદાઈ ગઈ છે અને રોડની સાથે તંત્રની આબરુનું ધોવાણ થયું છે.માર્ગો પર ભયંકર હદે ખાડા પડયા છે. વાહન ચાલકો પર અકસ્માતનું મોટું જોખમ તોળાઈ રહ્યું છે.આથી તંત્ર વહેલાસર માગોનું રિપેરીગ કાર્ય હાથ ધરે તેવી માંગ ઉઠી છે. મોરબીમાં આ વખતે ચોમાસુ ભરપૂર રહ્યું છે. અગાઉ સમયાંતરે પડેલા વરસાદના કારણે માર્ગો ખખડધજ બની ગયા હતા.જોકે થોડા દિવસો પહેલા તંત્રએ આ માર્ગોના નવીનીકરણ માટે પ્રક્રિયા હાથ ઉપર લીધી હતી.પણ તંત્ર માર્ગોનું નવીનીકરણ કરે તે પહેલાં જ વરસાદે અગાઉથી ખરાબ રહેલા માર્ગોની ચાલવા પણ યોગ્ય ન રહે તેવી બદતર હાલત કરી નાખી છે.છેલ્લા ત્રણ દિવસથી એકધારો વરસાદ પડી રહ્યો છે.જેના કારણે માર્ગો પર પાણી ફરી વળતા માર્ગોની ખૂબ જ ખરાબ દશા થઈ ગઈ છે.

- text

મોરબી શહેરના મોટાભાગના રોડ સતત પડી રહેલા વરસાદને કારણે ધોવાઈ ગયા છે. ઠેર ઠેર એક-એક ફૂટ સુધીના ખાડા પડી ગયા છે. આ ખાડાના કારણે વાહન ચાલકો ઉપર અકસ્માતનું મોટું જોખમ તોળાઈ રહ્યું છે. ત્યારે પાલિકા તંત્ર સક્રિય બનીને તાત્કાલિક આ ખાડાઓનું બુરાણ કરીને રોડનું રીપેરીંગ કામ કરે તેવી પ્રબળ માંગણી ઉઠી રહી છે.

- text