હળવદના અજિતગઢ ગામે પુરમાં 23 લોકો ફસાયા : રેસ્ક્યુ માટે NDRFની ટીમને બોલવાઈ

- text


બ્રાહ્મણી નદી અને રણનુ પાણી અજિતગઢ ગામે વાડી વિસ્તારમાં ફરી વળતા 23 શ્રમિકો ફસાયા બાદ તમામને બચાવવા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાશે

હળવદ : હળવદ પંથકમાં મેઘરાજા કહેર વરસાવી રહ્યા છે.વરસાદને કારણે બ્રાહ્મણી નદી ગાંડીતુર બનતા આ નદીના પાણી અને રણનું પાણી પુરની જેમાં હળવદ તાલુકાના અજિતગઢ ગામે વાડી વિસ્તારમાં ફરી વળ્યાં છે આ પુરમાં 23 લોકો ફસાયા છે જેને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન કરવા એન.ડી.આર.એફની ટીમને બોલાવવામાં આવી છે. હળવદ પંથકમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદ વરસી રહ્યો છે અને અવિરતપણે વરસાદ વરસતો હોવાથી મોટી આફત આવી પડી છે જેમાં ભારે વરસાદને કારણે હળવદની બ્રાહ્મણી નદી ગાંડીતુર બનીને બે કાંઠે વહેવા લાગી છે.આ બ્રાહ્મણી નદીના પાણી ધસમસતા પુરની જેમાં હળવદ તાલુકાના અજિતગઢ ગામે વાડી વિસ્તારમાં ફરી વળ્યાં છે.જેથી વાડી વિસ્તારમાં ખેતમજૂરી કરીને પેટીયું રળતા 23 જેટલા શ્રમિકો પાણીના પુરમાં ફસાયા છે. 23 લોકો પાણીના પુરમાં ફસાતા તંત્રમાં દોડધામ મચી ગઇ છે. જોકે ગ્રામજનોએ પાણીમાં ફસાયેલા 23 શ્રમિકોને બચાવવા ભારે અથાક પ્રયાસો કર્યા હતા. જેમાં સ્થાનિકો હોડી અને ટ્રેક્ટરથી રેસ્ક્યુ કરવાનો પ્રયત્ન કર્યા હતો પણ એમાં સફળતા મળી ન હતી.પાણી એટલી હદે વાડી વિસ્તારમાં ફરી વળ્યું હોય અને 23 શ્રમિકો પાણીની વચ્ચોવચ હોવાથી હેલિકોપ્ટરથી તેમને બચાવી શકાય તેવી સ્થિતિ ઉદભવી છે.

- text

ફસાયેલા લોકો નજીક સતત પાણીનો વધારો થતો હોવાથી તેમના જીવ તાળવે ચોંટી ગયા છે.આ બનાવને પગલે હળવદના મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારી ઘટનાસ્થળે દોડી ગયા છે અને પાણીમાં ફસાયેલા લોકોને બચાવવા માટે રેસ્ક્યુ કરવા એન.ડી.આર.એફ.ટીમને બોલાવવામાં આવી છે તો સાથે જ અજીતગઢ ગામ રણ કાઠા નજીક આવેલ હોય જેના કારણે રણ નું પાણી પણ વાડી ફરતું ફરી વળ્યું છે ત્યારે હાલ તો મામલતદાર દ્વારા જરૂર પડશે તો હેલિકોપ્ટરની પણ મદદ લેવાશે તેમ જણાવી તમામનું રેસ્ક્યુ કરી બહાર કાઢવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.


Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text