દીકરો દીકરી એક સમાન : મોરબીના પરિવારે બીજી દીકરીના જન્મના હરખભેર વધામણા કર્યા

- text


પનારા પરિવારમાં બીજી દીકરીનો જન્મ થતા વાજતે ગાજતે વ્હાલસોયી પુત્રીના જન્મની ખુશી મનાવી

મોરબી : બદલાતા સમયના વહેંણ સાથે સમાજમાં ખાસ કરીને દીકરા દીકરી વચ્ચેનું અંતર ઘટી ગયું છે ત્યારે દીકરો દીકરી એક સમાન હોવાના હૃદય મનને ટાઢક આપતા એક કિસ્સામાં મોરબી શહેરમાં રહેતા પનારા પરિવારમાં બીજી દીકરીનો જન્મ થતા સમગ્ર પરિવારે વાજતે ગાજતે બીજી દીકરીના જન્મના હરખભેર વધામણાં કર્યા હતા. સમગ્ર સમાજ માટે પ્રેરણાદાયી બનેલા આ કિસ્સાની પ્રાપ્ત વિગતો અનુસાર ઉમા હોમ્સ, દર્શન ટાઉનશીપ, અવની ચોકડી કેનાલ રોડ મોરબી ખાતે રહેતા પનારા કમલેશભાઈ બાવનજીભાઈ એક પુત્રીના પિતા હતા. ત્યારે તેમના પત્ની પ્રીતિબેને આજે હોસ્પિટલમાં બીજી પુત્રીનો જન્મ આપ્યો છે. બીજી દીકરીનો જન્મ થતા આ પનારા પરિવારમાં ખુશીની લહેર દોડી ગઈ હતી. ત્યારે હોસ્પિટલમાંથી માતા અને પુત્રીની તબિયત એકદમ સારી હોવાથી બન્ને રજા આપી દેવાઈ હતી અને એ સાથે માતા તેમની નવજાત પુત્રી સાથે ઘરે આવતા તેની વાજતે ગાજતે પધરામણી કરવામાં આવી હતી. સમગ્ર પરિવારે બીજી દીકરીના જન્મદિનની હર્ષોલ્લાસ ભેર ઉજવણી કરી હતી. જો કે આપણે ત્યાં પહેલા પુત્રનો જન્મ થતા જે તે પરિવારો હર્ષભેર ઉજવણી કરતા હતા પણ હવે આવું રહ્યું નથી. લોકો પુત્રીના જન્મના પણ હરખભેર વધામણાં કરે છે. તેમાંય આ કિસ્સામાં પનારા પરિવારે પુત્રના જન્મ કરતા પણ સવાઈ રીતે બીજી દીકરાના જન્મને હરખભેર વધાવ્યો છે. જે કેટલાક પુત્ર એષણા ધરાવતા લોકોમાં પ્રેરણાદાયી છે.

- text