વાંકાનેર : અજાણ્યા ડમ્પરે હડફેટે લેતા ગૌપાલક યુવકનું મોત

- text


વાંકાનેર : તાલુકાના દલડી ગામે રહેતા ગૌપાલકને અજાણ્યા ડમ્પરે ઠોકરે ચડાવતા સારવાર દરમ્યાન તેનું મોત નીપજ્યું હતું. તાલુકા પોલીસે મૃતકના પરિજનોની ફરિયાદ લઈ અકસ્માત સર્જી નાસી છૂટેલા અજાણ્યા ડમ્પર ચાલકની શોધખોળ હાથ ધરી છે. વાંકાનેર તાલુકાના દલડી ગામે રહેતા ભરતભાઈ સામંતભાઈ મૂંધવા ઉં.વ.33 ગઈ કાલના રોજ એમની ગાયો વાંકાનેર-થાન રોડ પર ચરાવવા માટે લઈ જઈ રહ્યા હતા ત્યારે અજાણ્યા ડમ્પર ચાલકે તેમને ઠોકરે ચડાવતા માથાના ભાગે ગંભીર ઇજા સાથે હોસ્પિટલ ખસેડાતા સારવાર દરમ્યાન તેઓનું મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જી અજાણ્યો ડમ્પર ચાલક નાસી છૂટ્યો હતો. ગોવિંદભાઇ ગમારા નામના મૃતકના સ્વજનની ફરિયાદ લઈ વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત સર્જી નાસી છૂટેલા અજાણ્યા ડમ્પર ચાલકની શોધખોળ આદરી છે. બનાવની વધુ તપાસ પી.એસ.આઈ. બી.ડી.પરમાર ચલાવી રહ્યા છે.

- text