મોરબી : કાલીન્દ્રી નદીમાં ન્હાવા ગયેલ યુવાનનું ડૂબી જતા મોત

- text


મોરબી : મોરબી સ્થિત કાલીન્દ્રી નદીમાં ન્હાવા પડેલા યુવાનનું ઊંડા પાણીમાં ડૂબી જતાં મોત નીપજ્યું છે. પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના ત્રાજપર ખારીમાં રહેતો અમિત ધનજીભાઈ દુદકીયા નામનો યુવાન મોરબીની કાલીન્દ્રી નદીમાં ન્હાવા પડ્યો હતો. ત્યારે અકસ્માતે યુવાન ઊંડા પાણીમાં ડૂબી જતા તેનું મોત થયું હતું. પોલીસને બનાવની જાણ થતાં પોલીસ તુરંત જ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને મૃતદેહને પાણીમાંથી બહાર કાઢી પીએમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. પોલીસે બનાવની એડી. નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text