મોરબીની નાલંદા વિદ્યાલયના છાત્રો યુવા ઉત્સવ અને બાળપ્રતિભા શોધ સ્પર્ધામાં અવવલ

- text


મોરબી : મોરબીમાં રમત-ગમત તથા સાંસ્કૃતિક વિભાગ, ગાંધીનગર આયોજિત જિલ્લા જિલ્લા બાળ પ્રતિભા શોધ અને જિલ્લા યુવા ઉત્સવમાં નાલંદા વિદ્યાલયના છાત્રોએ પોતાની આવડતનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી સમગ્ર જિલ્લામાં ડંકો વગાડ્યો હતો. શાળાના છાત્રો બાળ પ્રતિભા શોધની કુલ 19 સ્પર્ધાઓ પૈકી 11 સ્પર્ધાઓમાં તેમજ યુવા ઉત્સવની કુલ 21 સ્પર્ધાઓ પૈકી 6 સ્પર્ધાઓમાં વિજેતા ઘોષિત થયાં હતાં. જે બદલ નાલંદા વિદ્યાલય પરિવારે ભાગ લેનાર દરેક વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી.

- text