મોરબીના નવલખી બાયપાસ પાસે પદયાત્રીઓ માટે સેવા કેમ્પનું આયોજન

- text


મોરબી : તા. 17 સપ્ટે.થી 23 સપ્ટે. સુધી મોરબીના નવલખી બાયપાસ પાસે આવેલાં કામધેનું પાર્ટી પ્લોટ પાસે સેવાકીય સંસ્થા મંગલમ્ ફાઉન્ડેશન તેમજ મિત્ર મંડળ દ્વારા સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

- text

આ સેવા કેમ્પમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ પદયાત્રી માટે અલ્પાહાર તેમજ વસ્તુનું વિતરણ કરવામાં આવે છે. આ વખતે ખાસ કરીને મેડીકલ વિભાગને વધુ મજબુત બનાવી પદયાત્રીને પગમાં થતી મુશ્કેલીનું તત્કાલમાં નિવારણ થાય એ હેતુથી જરૂરી માલિશ, મલમ અને શારીરિક રીતે સક્ષમ બની માતાજીના સાંનિધ્યમાં શ્રદ્ધા અને આસ્થા સાથે પહોંચી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ સંસ્થાના સભ્યો દ્વારા મોરબીની જનતાને આ સેવાયજ્ઞમાં સ્વયંભૂ જોડાવવા આહ્યવાન કરવામાં આવ્યું છે.

- text