મોરબીની સિવિલ હોસ્પિટલમાં તબીબોની ઘટ મામલે ધારાસભ્યની આરોગ્ય સચિવને રજુઆત

- text


ડોકટરો સહિતના પેરા મેડિકલ સ્ટાફની અછત અને ખૂટતી તમામ સેવાઓ ઉપલબ્ધ કરવાની માંગ કરી

મોરબી : મોરબી સિવિલ હોસ્પિટલની સેવા છેલ્લા ઘણા સમયથી ખાડે ગઈ છે. તેમાં ડોકટરોની ઘટની મોટી સમસ્યા કારણભૂત છે.મોરબીની સિવિલ હોસ્પિટલમાં લાંબા સમયથી મહત્વના ડોકટરોની ખાલી જગ્યા ભરાઈ નથી.તેથી ગરીબ દર્દીઓને ભારે હાલાકી ભોગવવી પડે છે.ડોક્ટરો ન હોવાના કારણે ગરીબ દર્દીઓને ઉધાર ઉછીનાં લઈને નાછૂટકે ખાનગી હોસ્પિટલમાં મોંઘી સેવાનો લાભ લેવો પડે છે.ત્યારે ગરીબ દર્દીઓને હિતમાં સિવિલ હોસ્પિટલમાં ઘટતા તમામ ડોકટરોને તાકીદે નિમણુક મરવા ધારાસભ્યએ આરોગ્ય સચિવને રજુઆત કરી છે.

- text

મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ રાજ્યના આરોગ્ય સચિવને રજુઆત કરી હતી કે,મોરબીની સિવિલ હોસ્પિટલમાં લાંબા સમયથી અનેક ડોકટરોની ઘટ છે.જેમાં ફૂલ ટાઈમ જનરલ સર્જન અને ગાયનેકલોજિસ્ટની જગ્યા લાંબા સમયથી ખાલી છે.તેથી ગરીબ દર્દીઓ કફોડી હાલતમાં મુકાય ગયા છે.સિવિલ હોસ્પિટલમાં દરરોજ 700 જેટલા દર્દીઓની ઓપીડી રહે છે.માત્ર 206 બેડની સુવિધાઓ ધરાવતી આ સિવિલ હોસ્પિટલમાં છેલ્લા છ માસમાં 24 હજારથી વધુ ઈન્ડોર દર્દીઓ દાખલ કરવામાં આવ્યા હતા.તેમજ મેડિકલ લીગલ કેસની સંખ્યા પણ 25 હજાર જેવા દર્દીઓની થાય છે. તેથી દર્દીઓની આ સ્થિતિ જોઈને સિવિલ હોસ્પિટલનું બીલડીગ અને સેવા ઘણો ટૂંકી પડે છે. આ હોસ્પિટલમાં આવેલ જૂનું ઝનાના હોસ્પિટલનું બીલડીગ જર્જરિત થઈ ગયું છે.તેથી તેનું.મકાન નવું બનાવવાની ખૂબ જ જરૂરત છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, હાલ આ હોસ્પિટલમાં કિડનીના દર્દીઓ માટે જે ડાયાલીસીસ સેન્ટર આવેલું છે, તેમાં 8 મશીનમાં સારવાર અપાઇ છે.પણ દર્દીઓની સ્થિતિ જોતા આ સુવિધાઓમાં વધારો કરવો પડે એમ છે.ફિઝિયોથેરાપીની જગ્યા માટે જે અગવડતા પડે છે તે નિવારવી જરૂરી છે.સાથોસાથ રેસિડન્સ ડોકટરોની સુવિધાઓ આપવાથી દર્દીઓની મુશ્કેલીમાં મોટી રાહત થશે.સિવિલ હાલ જે એબ્યુલન્સ છે તે ઘણી અપૂરતી છે તેથી આ સેવા પણ વધારવી જરૂરી છે.તેમજ હોસ્પિટલમાં અસામાજિક તત્વોનો ત્રાસ દૂર કરવા, હોસ્પિટલમાં વીજળીની સમસ્યા દૂર કરવા અદ્યતન જનરેટર ફાળવવા, ડોકટરોની સાથે ખૂટતા પેરા મેડિકલ અને વહીવટ સ્ટાફ ફાળવવાની માંગ કરી છે.

- text