મોરબી : નવયુગ લો કોલેજના વિદ્યાર્થીઓએ જિલ્લા ન્યાયાલયની મુલાકાત લીધી

- text


મોરબી : વિરપરની નવયુગ લો કોલેજના વિદ્યાર્થીઓ, પ્રોફેસરો, આચાર્ય સહિતના તમામ સ્ટાફએ મોરબી જિલ્લા ન્યાયાલયની મુલાકાત લીધી હતી.

- text

આ મુલાકાત દરમિયાન જિલ્લા ન્યાયાધીશ એ. ડી. ઓઝા, ફેમિલી કોર્ટ ન્યાયાધીશ એચ. એમ. ત્રિવેદી, સેકન્ડ એડીશનલ સિનિયર સિવિલ ન્યાયાધીશ પી. બી. નાયક, ડી.એલ.એસ.એ.ના સેક્રેટરી આર. કે. પંડ્યાએ તમામ વિદ્યાર્થીઓને યોગ્ય માહિતી અને કાયદાઓ વિશે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ તકે મોરબી બાર એસસિયેશનના પૂર્વ પ્રમુખ દિલીપભાઈ અગેચણીયાએ વિદ્યાર્થીઓ માટેની વ્યવસ્થામાં પૂરતો સહકાર આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે વિદ્યાર્થીઓને ભણતરની સાથે કાયદાનું જ્ઞાન સુદ્રઢ બને તે હેતુથી સંસ્થાના પ્રમુખ પી. ડી. કાંજિયાએ જિલ્લા ન્યાયાલની મુલાકાત ગોઠવી હતી.

- text