તીથવામાં CRC દ્વારા ગણિત-વિજ્ઞાન પ્રદર્શન યોજાયું

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકાના તીથવા ગામે સી.આર.સી. દ્વારા ગત તા. 6 સપ્ટે.ના શુક્રવારે ગણિત-વિજ્ઞાન પ્રદર્શન યોજાયું હતું. જેનું તીથવાના સી.આર.સી. કો-ઓર્ડીનેટર થડેસર કૌશિકભાઈ દ્વારા ખુબ સરસ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તિથવા તાલુકા શાળા, તિથવા નવી પ્રાથમિક શાળા, પરવેઝ નગર પ્રાથમિક શાળા, લાલશા પ્રાથમિક શાળા, અરણીતિંબા પ્રાથમિક શાળા, કોઠારિયા કુમાર શાળા, કોઠારિયા કન્યા શાળા, નવા કોઠારિયા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. ઉલ્લેખનીય છે કે આ પ્રદર્શનમા તીથવા નવી પ્રાથમિક શાળાએ પ્રથમ ક્રમાંક તથા પરવેઝનગર પ્રાથમિક શાળાએ દ્વિતીય ક્રમાંક હાંસલ કર્યો હતો.

- text