“યુવા ઉત્સવ” અને “બાળપ્રતિભા શોધ” સ્પર્ધામાં ક્લામંદિર સંગીત કલાસીસનો દબદબો

- text


ટંકારા : રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ વિભાગ, ગાંધીનગર દ્વારા પ્રેરિત તથા જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી દ્વારા ગત તા. 8 સપ્ટે. રવિવારના રોજ ટંકારા તાલુકામાં આવેલ ગ્રીનવેલી સ્કૂલ ખાતે જિલ્લા કક્ષાએ “યુવા ઉત્સવ ” અને “બાળ પ્રતિભાશોધ”નું આયોજન થયું હતું. જેમાં દેવેનભાઈ વ્યાસ સંચાલિત રવાપર રોડ, મોરબી ખાતે આવેલ ક્લામંદિર સંગીત કલાસીસના વિદ્યાર્થીઓ અગ્રેસર રહ્યા હતા. યુવા ઉત્સવ સ્પર્ધામાં ધાનજા મંથન ભરત ભાઈ હાર્મોનિયમ વાદન અને ભજનમાં પ્રથમ, ગઢવી નિતીનભા જયદેવભા લોકગીતમાં પ્રથમ, ગઢવી રાજભા રામભા લોકવાર્તામાં પ્રથમ, અધારા ચિંતન રમેશભાઈ લોકવાદ્યમાં પ્રથમ અને લગ્નગીતમાં દ્વિતીય, વ્યાસ પૂજા રસિકભાઈ હળવુકંઠય સંગીતમાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરી ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. તેમજ બાળ પ્રતિભા શોધ સ્પર્ધામાં સોનગ્રા અભી શૈલેષભાઇ લોકવાદ્ય (બ વિભાગ)માં પ્રથમ, અંદરપા ક્રિષ્ન હરેશભાઇ લોકવાદ્ય (બ વિભાગ)માં દ્વિતીય, જીવાણી નિસિત પ્રફુલભાઈ ભજનમાં તૃતીય, રાણસરિયા આર્ય પરેશભાઈ લોકવાદ્ય (અ વિભાગ)માં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. આ તકે ક્લામંદિર સંગીત કલાસીસ તરફથી દરેક કલા ઉપાસકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવી ભવિષ્યમાં કલાક્ષેત્રે પોતાનું નામ રોશન કરે તેવી શુભેચ્છા આપવામાં આવી હતી.

- text