ભરતનગરમાં સગર્ભા મહિલાઓને દવાયુક્ત મચ્છરદાનીનું વિતરણ કરાવતા ધારાસભ્ય બ્રિજેશ મેરજા

- text


મોરબી : મોરબી તાલુકા હેલ્થ ઓફિસ દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-ભરતનગરમા ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા દ્વારા તેમજ હંસરાજ ભાઈ પાચોટીયા મોરબી તાલુકા પંચાયત પ્રમુખ દ્વારા સગર્ભા બહેનોને દવાયુક્ત મચ્છરદાનીનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભરતનગરના મેડિકલ ઑફિસર સંજય એચ.જીવાણી તેમજ આયુષ મેડિકલ ઓફિસર ડી.એસ. પાચોટીયા દ્વારા તમામ વ્યવસ્થા કરવામાં આવેલ હતી. આ તકે તમામ સ્ટાફ દ્વારા દરેક બહેનોને આરોગ્યને લગતી સેવાઓ અને યોજનાઓ વિષે માહિતગાર કરવામાં આવી હતી. તેમજ હાલ ચોમાસું ચાલુ હોય મચ્છરજન્ય રોગચાળો ના ફેલાય તે માટે સમજણ આપવામાં આવી હતી.

- text

મોરબી તાલુકા હેલ્થ ઓફીસમાંથી ઉપસ્થિત શૈલેષ પારેજીયા દ્વારા તમામ સગર્ભા બહેનો તેમજ ઉપસ્થિત તમામ ગ્રામજનોને આરોગ્યની સેવાનો લાભ લેવાની સલાહ આપવામાં આવી હતી અને ખાસ કોંગો ફીવર વિશે સમજણ આપી જાગૃત કરવામાં આવ્યા હતા.

- text