હડમતીયા : સિરામિક ઉદ્યોગકારોએ ‘પર્યાવરણ બચાવો અભિયાન’માં આપ્યો સહયોગ

- text


હડમતીયા : જન્મભુમીનું ઋણ અદા કરવા ગામના પર્યાવરણપ્રેમી સિરામિક ઉદ્યોગકારોએ એમ.એમ.ગાંધી વિધાલય માધ્યમિક શાળાના વિશાળ કેમ્પશમાં આશરે ૧૨૫ વૃક્ષો જેવા કે પીપળ, ગુલમહોર, કરંજ, લીમડા, બોરસલી, પેન્ટોફામ, બોટલપામ જેવા અનેક વૃક્ષો વાવી તેનું જતન માટે ફેન્સીંગ વાળ કરવામાં ઉદાર હાથે અનુદાનની રકમ આપી હતી. જયારે ઉધાગકરો દ્વારા વૃક્ષોને કાયમી પાણી મળી રહે એ માટે ટપક પદ્ધતિ ફિટ કરવામાં આવી હતી. ફેન્સીંગ અને ટપક પદ્ધતિ તથા અન્ય તમામ ખર્ચ હડમતીયાના વતની અને હાલ મોરબીમાં સ્થાયી સીરામીક ઉદ્યોગપતિ જેવા કે લેક્સિકોન સિરામિકના નરેન્દ્રભાઈ સંઘાત, એક્ઝોટિક સિરામિકના મિલનભાઈ રાણસરીયા, લાડો સિરામિકના રોહિતભાઈ બરાસરા અને પિયુષ કામારિયા, ડીજીસેરા સિરામિકના જગદીશભાઈ મેરજા, ક્યુબો સિરામિકના નિલેશભાઈ રાણસરીયા તેમજ ચેતનભાઈ કામારિયા તરફથી અનુદાનની રકમ આપવામા આવી હતી.

- text

આ પર્યાવરણ બચાવોના ભગીરથ કાર્યમાં હડમતિયા ગામના વડીલો, આગેવાનો, યુવાનો, બાળકો તથા માધ્યમિક શાળામાં ભણી ગયેલા ભુતપુર્વ વિધાર્થીઓ તેમજ વર્તમાન વિધાર્થીઓ અને શિક્ષકોએ ખુબજ ઉત્સાહપૂર્વક મહેનત કરી “પર્યાવરણ બચાવો અને હરિયાળી લાવો”ના સંકલ્પ રથને આગળ ધપાવ્યો હતો.

- text