તરણેતરના મેળામાં હળવદની કાવેરી ગાયે રાજયમાં પ્રથમ સ્થાન મેળવ્યું

- text


વાંકીયા ગામના પશુપાલકની ગીર ઓલાઈની ગાયે રૂપ, ઉંચાઈ ,લંબાઈમાં મેદાન મારી સમગ્ર મોરબી જિલ્લાને રાજ્યકક્ષાએ ગૌરવ અપાવ્યું

હળવદ : તરણેતરના જગપ્રસિદ્ધ ભાતીગળ મેળામાં રાજ્યના પશુપાલન વિભાગ દ્વારા પશુપ્રદર્શન હરીફાઈ યોજાઈ હતી.જેમાં હળવદ તાલુકાના વાંકીયા ગામના પશુપાલકની ગીર ઓલાદની કાવેરી ગાયે સમગ્ર રાજ્યમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. હાલમાં પ્રેગ્નન્ટ રહેલી આ ગાયે પશુ હરીફાઈમાં રૂપ.ઉંચાઈ,લંબાઈમાં મેદાન મારીને મોરબી જિલ્લાનું નામ રાજ્યકક્ષાએ રોશન કર્યું હતું.તરણેતરના લોકમેળામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજ્યમાં શ્રેષ્ઠ ગાયને નક્કી કરવા માટે રાજ્યના પશુપાલન વિભાગ દ્વારા પશુદર્શન હરિફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં રાજ્યભરના ખેડૂતે પોતાની ગીર ઓલાદની ગાયો સાથે ઉત્સાહભેર ભાગ લીધો હતો.જેમાંથી મોરબી જિલ્લાના હળવદ તાલુકાના વાંકીયા ગામના પશુપાલક હિરેનભાઈ શામજીભાઈ ગામીની ગીર ઓલાદની કાવેરી ગાયે સમગ્ર રાજ્યમાં પ્રથમ નંબરે વિજેતો ઘોષિત થઈ હતી. આ અંગે ખેડૂતે જણાવ્યું હતું કે, રાજ્યમાં ક્યાં ખેડૂત પાસે રૂપ અને હુસ્ટપુસ્ટમાં શ્રેષ્ઠ ગાય કોણ છે તે નક્કી કરવા માટે આ પશુદર્શન હરીફાઈમાં ભાગ લેવા માટે રાજ્યભરના પશુપાલકોને તરણેતરના મેળામાં બોલાવવામાં આવે છે. જેમાં તેમણે પણ પોતાની ગીર ઓલાદની ગાય સાથે ભાગ લીધો હતો. ગીર ઓલાદની કાવેરી નામક ગાય રૂપ, ઉંચાઈ અને લંબાઈની કસોટીમાં હુંસ્ટપુસ્ટ રીતે સમગ્ર રાજ્યમાં શ્રેષ્ઠ સાબિત થતા આ કાવેરી ગાયને સમગ્ર રાજ્યમાં પ્રથમક્રમે વિજેતા જાહેર કરવામાં આવી હતી.

- text

આ અગાઉ પણ આ પશુપાલકે તરણેતરના મેળામાં પશુદર્શનની હિરફાઈમાં ત્રણ વખત ભાગ લીધો હતો.જેમાં બે વખત તેમની બીજી ગીર ઓલાદની ગાય અનુક્રમે બીજા અને ત્રીજા નંબરે આવી હતી.તેમજ એક ધણખુંટ પ્રથમ નંબરે આવ્યો હતો.જ્યારે આ વખતે કાવેરીએ મેદાન મારીને રાજ્યકક્ષાએ તેમને ગૌરવ અપાવ્યું છે.જોકે તેઓ તમામ પશુઓનું ખૂબ જ કાળજી પૂર્વક જતન કરે છે.જ્યારે કાવેરી ગાય હાલમાં પ્રેગ્નન્ટ છે એટલે વોડકી કહીએ છીએ.આ ગાય રૂપ અને હુંસ્ટપુસ્ટમાં સર્વશ્રેષ્ઠ છે.હવે રાજ્યકક્ષાએ પ્રથમ નંબરે આવીને મોરબી જિલ્લાનું નામ રોશન કર્યું છે.

- text